Fuel Rates: નોઈડા-પટનામાં ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ દેશમાં ચાર મહાનગરો સહિત દેશના લગભગ બધા રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. પરંતુ યુપીના નોઈડામાં પેટ્રોલ 35 પૈસા અને ડીઝલ 32 પૈસા સસ્તું થયુ છે ત્યારબાદ એક લિટર પેટ્રોલની કિંમત 96.65 રૂપિયા અને ડીઝલની કિંમત 89.82 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે લખનઉમાં પણ ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ 1 લીટર પેટ્રોલની કિંમત 96.57 રૂપિયા અને ડીઝલની કિંમત 89.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. જો કે, અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
