Fuel Rates: એક દિવસના બ્રેક પછી ફરીથી 80 પૈસા મોંઘુ થયુ પેટ્રોલ, જાણો લેટેસ્ટ ભાવ
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.
નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. વાહન ઈંધણ પર મોંઘવારીની માર ઘટવાનુ નામ નથી રહી. ભારતીય ઈંધણ કંપનીઓએ 01 એપ્રિલે એક દિવસની રાહત બાદ આજે શનિવાર, 02 એપ્રિલે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા 12 દિવસમાં 10મી વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયુ છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 102.61 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 117.57 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 112.19 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 108.21 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 93.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 101.79 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 97.02 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 98.28 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
દેશભરમાં 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારબાદ 23 માર્ચે પણ બંને ઈંધણની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, 25, 26, 27, 28, 29, 30, 31 માર્ચ અને આજે 2 એપ્રિલે પણ ઈંધણ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. એટલે કે 22 માર્ચથી શરુ થયેલો ભાવ વધારો 24 માર્ચ અને 1 એપ્રિલને છોડીને બધા દિવસે યથાવત રહ્યો.












Click it and Unblock the Notifications
