EPFO : UAN સાથે મોબાઈલ નંબર લિંક કરવો છે? અહીં સમજી લો પુરી પ્રકિયા
તમે તમારા EPF ખાતા માટે નોમિની ફાઇલ કરવા માંગો છો તો તમારો મોબાઇલ નંબર UAN સાથે લિંક હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણવા માટે પણ મોબાઈલ નંબર લિંક કરવો જરૂરી છે.
આજે અમે તમને મોબાઇલ નંબરને UAN સાથે કેવી રીતે લિંક કરવા તેની માહિતી આપી રહ્યા છીએ. અહીં તમને તમામ માહિતી વિગતે આપી દઈશુ.

આ માટે તમારે સૌથી પહેલા EPFO ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. હોમ પેજ પર તમારે કર્મચારીઓ માટેનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારે મેમ્બર UAN ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાની રહેશે.
આ પછી તમે તમારા UAN અને પાસવર્ડ દ્વારા લોગિન કરો. પછી તમે કોન્ટેક્ટ ડિટેઈલ પર ક્લિક કરો. આ પછી તમે વેરિફાઈ પર ક્લિક કરો અને મોબાઈલ નંબર બદલો.
ત્યારપછી તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને તે પછી Get OTP પર ક્લિક કરો અને સબમિટ કરો. જો તમારી પાસે પહેલાનો નંબર નથી તો તમારે મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવો પડશે.
આ પછી તમારે લોગિન પેજ પર ક્લિક કરીને આગળ ફોર્ગેટ પાસવર્ડ પર ક્લિક કરવાની રહેશે. આ પછી UAN નંબર નાંખો. આ પછી કેપ્ચા કોડ એડ કરો. આ પછી નામ, જન્મ તારીખ વગેરે વિશે માહિતી આપો. આધાર સાથે લિંક કરેલ કેપ્ચા કોડ અને મોબાઈલ નંબર દાખલ કરો અને OTP પર ક્લિક કરો.
કર્મચારીના પીએફ બેલેન્સ અને કંપનીના યોગદાન વિશેની માહિતી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવે છે. જો તમે નવો મોબાઈલ નંબર અપડેટ નહીં કરો તો તમારા યોગદાન અને બેલેન્સની માહિતી જૂના નંબર પર જ જશે.
શક્ય છે કે તમારો જૂનો મોબાઈલ નંબર કોઈ નવી વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે. જેના કારણે તમારી પીએફની માહિતી ખોટા વ્યક્તિ પાસે જઈ શકે છે.
તમે ઇ-નોમિની ફાઇલ કરી શકો છો અને આધાર સાથે લિંક કરેલ નંબર સાથે જ દાવો કરી શકો છો. જો તમે કોઈપણ KYC અપડેટ કરવા માંગો છો તો તેના માટે આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર મહત્વપૂર્ણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
