EPFO Balance Check Process : EPFO જમા કરાવી રહ્યું છે પ્રોવિડેન્ટ ફંડનું વ્યાજ, આ રીતે જાણો PF બેલેન્સ
EPFO Balance Check Process : સરકારે કર્મચારીઓના પીએફ ખાતામાં વ્યાજના પૈસા મોકલવાનું શરૂ કરી દીધું છે. આ માટે અમે તમને ઘરે બેઠા તમારા એકાઉન્ટ બેલેન્સ ચેક કરવાની કેટલીક સરળ પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.
EPFO Balance Check Process : જો તમે એક કર્મચારી છો તો દર મહિને પ્રોવિડેન્ટ ફંડના નામ પર તમારી સેલેરીમાંથી કપાનારી રકમ વિશે તો અવગત હશો જ. પીએફનો અમુક હિસ્સો કર્મચારીના પગારમાંથી અને અમુક હિસ્સો નોકરીદાતા દ્વારા પીએફ અકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. આવામાં આપણે પીએફનું બેલેન્સ જાણવાની રીત પણ જાણી લેવું જોઇએ.

તાજેતરમાં સમાચાર સામે આવ્યા છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) સાથે જોડાયેલા લગભગ 98 ટકા ફાળો આપતી કંપનીઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે 6 માર્ચ સુધી સભ્યોના ખાતામાં વ્યાજ જમા કરાવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 માટે, EPF પર વ્યાજ દર 8.1 ટકા નક્કી કરવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં જો તમે પણ પીએફ ખાતાધારક છો, તો જલ્દીથી તપાસ કરો કે, આ રકમ તમારા પીએફ ખાતામાં જમા થઈ છે કે નહીં. આ માટે તમે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમારુ બેલેન્સ ચેક કરી શકો છો.

લોકસભામાં આપવામાં આવી માહિતી
ઘણા સંસદસભ્યો અને કર્મચારીઓના સંગઠનોના પ્રતિનિધિઓ લાંબા સમયથી વ્યાજની ક્રેડિટ નહીં આપવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેથી,કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,EPF ખાતામાં વ્યાજ જમા કરાવવું એ એક સતત પ્રક્રિયા છે અને નવા સોફ્ટવેરના અમલ બાદ, ક્રેડિટ નિર્ધારિત રીતે કરવામાં આવી રહીછે. TDS સંબંધિત નવા નિયમોને કારણે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા થોડી ધીમી રહી છે.

EPFO પોર્ટલ પરથી આ રીતે કરો બેલેન્સ ચેક
- પીએફ બેલેન્સ EPFOની સત્તાવાર વેબસાઇટ પરથી ચેક કરી શકાય છે. આ માટે www.epfindia.gov.in ની મુલાકાત લો
- વિન્ડો ખુલ્યા બાદ, E-PassBook વિકલ્પ પર ક્લિક કરો
- નવા પેજ પર UAN પર ક્લિક કરો અને પાસવર્ડ દાખલ કરો
- નીચે આપેલા કેપ્ચા કોડ દાખલ કરો અને લોગ-ઇન બટન પર ક્લિક કરો
- લોગ-ઇન કર્યા પછી, મેમ્બર આઈડી વિકલ્પ પસંદ કરો અને હવે પાસબુક પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ થશે

SMS અથવા મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરો
- મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરવા માટે, EPFO દ્વારા આપવામાં આવેલા 9966044425 નંબર પર મિસ્ડ કોલ કરો
- કોલ ડિસકનેક્શનની થોડીક સેકન્ડ બાદ, એકાઉન્ટની સંપૂર્ણ વિગતો મેસેજ દ્વારા તમારા સુધી પહોંચશે.
- SMS દ્વારા માહિતી મેળવવા માટે, 7738299899 નંબર પર 'EPFOHO UAN' લખીને એક મેસેજ મોકલવાનો રહેશે.
- મેસેજ મોકલ્યા બાદ EPFO દ્વારા સંપૂર્ણ વિગતો SMS દ્વારા મોકલવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે, એસએમએસ દ્વારા 10 ભાષાઓમાં માહિતી લઈ શકાય છે.

બેલેન્સ ચેક કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
EPFO દ્વારા તમારા પીએફ એકાઉન્ટ વિશે માહિતી લેતા પહેલા, આ બાબતોને ધ્યાનમાં રાખો કે, તમારું UAN એક્ટિવ હોવું જોઈએ. આઉપરાંત, UAN તમારા કોઈપણ બેંક ખાતા, આધાર અને PAN સાથે લિંક હોવું જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
