બધાને બેંકિગ લાયસન્સ આપવા મુશ્કેલ : RBI
ચેન્નાઇ, 5 જુલાઇ : ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે જણાવ્યું હતું કે તે નવા બેંકિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માંગે છે. સાથે એમ પણ જણાવ્યું કે તેના માટે તમામ લાયક કંપનીઓને બેંકિંગ લાયસન્સ આપવા સંભવ નથી.
રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું કે "અમે બેંકિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવીશું. આ માટે કંપનીઓએ કરેલી અરજીની તપાસ કરવામાં આવશે. અરજી અનુસાર તેને બેંકિંગ લાયસન્સ આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. આ પ્રક્રિયામાં એવું પણ બની શકે કે કંપનીની લાયકાત હોવા છતાં તેને બેંકિંગ લાયસન્સ આપવામાં ના આવે."
આ પહેલા આ જ સપ્તાહમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે ટાટા સન્સ, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, આદિત્ય બિરલા નૂવો, ટપાલ વિભાગ, રિલાયન્સ કેપિટલ, એલ એન્ડ ટી ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ સહિત 26 એકમોએ બેંકિંગ લાયસન્સ માટે અરજી કરી છે.
આવનારા ત્રણ ચાર મહિનામાં બેંકિંગ લાયસન્સ માટે આવેલી તમામ અરજીઓનું આંતરિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. તમામ અરજીઓ પૂરી છે તેની તપાસ કરી જો જરૂર પડશે તો કંપની પાસે વધારે વિગતો પણ મંગાવવામાં આવશે. આરબીઆઇના જણાવ્યા અનુસાર માર્ચ 2014 સુધીમાં બેંકિંગ લાયસન્સ આપી દેવામાં આવશે એવી આશા છે.
વર્તમાન સમયમાં દેશમાં 26 સરકારી, 22 ખાનગી અને 56 ક્ષેત્રિય ગ્રામીણ બેંકો છે. છેલ્લે 1993માં 10 બેંકિંગ લાયસન્સ આપવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
