December 2025 Bank Holidays List: ડિસેમ્બરમાં 18 દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ વાંચી લો રજાઓની યાદી
December 2025 Bank Holidays List: વર્ષના છેલ્લા મહિનામાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે કુલ 18 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી રજાઓનું સંપૂર્ણ લિસ્ટ અહીં જુઓ, ઓનલાઈન સેવાઓ અને ATM ચાલુ રહેશે.

જો તમારું કોઈ બેંકિંગનું કામ અટકેલું હોય, તો તેને તાત્કાલિક પતાવી લેજો! વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર 2025 રજાઓથી ભરપૂર રહેવાનો છે. આ મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાઓના કારણે દેશભરમાં કુલ 18 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે.
અહીં ડિસેમ્બર 2025 મહિનાની બેંક હોલિડેની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે, જેના આધારે તમે તમારા બેંકિંગ કાર્યોનું આયોજન કરી શકો છો.
ડિસેમ્બર 2025ની બેંક રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
તારીખ | દિવસ | રજાનું કારણ | (રાજ્ય-વિશિષ્ટ રજાઓ)
1 ડિસેમ્બર | સોમવાર | રાજ્ય સ્થાપના દિવસ | (ઇટાનગર, કોહિમા)
3 ડિસેમ્બર | બુધવાર | સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવાર | (ગોવા)
7 ડિસેમ્બર | રવિવાર | સાપ્તાહિક રજા | સમગ્ર ભારત
12 ડિસેમ્બર | શુક્રવાર | પા તોગાન નેંગમિન્ઝા સંગમાની પુણ્યતિથિ | (મેઘાલય)
13 ડિસેમ્બર | શનિવાર | બીજો શનિવાર | સમગ્ર ભારત
14 ડિસેમ્બર | રવિવાર | સાપ્તાહિક રજા | સમગ્ર ભારત
18 ડિસેમ્બર | ગુરુવાર | યુ સોસો થામની પુણ્યતિથિ | (મેઘાલય)
19 ડિસેમ્બર | શુક્રવાર | ગોવા મુક્તિ દિવસ | (પણજી)
20 ડિસેમ્બર | શનિવાર | સિક્કિમ નવું વર્ષ | (સિક્કિમ)
21 ડિસેમ્બર | રવિવાર | સાપ્તાહિક રજા | સમગ્ર ભારત
22 ડિસેમ્બર | સોમવાર | - | (સિક્કિમ)
24 ડિસેમ્બર | બુધવાર | ક્રિસમસ ઇવ | (આઇઝોલ, કોહિમા અને શિલોંગ)
25 ડિસેમ્બર | ગુરુવાર | નાતાલ (ક્રિસમસ) | સમગ્ર ભારત
26 ડિસેમ્બર | શુક્રવાર | - | (આઇઝોલ, કોહિમા અને શિલોંગ)
27 ડિસેમ્બર | શનિવાર | ચોથો શનિવાર | સમગ્ર ભારત
28 ડિસેમ્બર | રવિવાર | સાપ્તાહિક રજા | સમગ્ર ભારત
30 ડિસેમ્બર | મંગળવાર | યુ કિયાંગ નાંગબાહની પુણ્યતિથિ | (શિલોંગ)
31 ડિસેમ્બર | બુધવાર | ન્યૂ યર ઇવ | (આઇઝોલ અને ઇમ્ફાલ)
ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે
ભલે બેંકો 18 દિવસ બંધ રહેશે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને રોકડની કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન બેંકિંગ સેવાઓ, મોબાઇલ બેંકિંગ અને ATM રાબેતા મુજબ ચાલુ રહેશે. તેથી તમે ડિજિટલ માધ્યમથી તમારા વ્યવહારો કરી શકશો.
આરબીઆઈ દ્વારા રજાઓનું વર્ગીકરણ
બેંકની રજાઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.
- નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળની રજાઓ: આ રજાઓમાં બેંકની શાખાઓ સંપૂર્ણપણે બંધ રહે છે (દા.ત., દિવાળી, ક્રિસમસ).
- બેંક એકાઉન્ટ ક્લોઝિંગ ડે: દર વર્ષે 1 એપ્રિલના રોજ વાર્ષિક હિસાબ બંધ કરવાના કારણે બેંકો બંધ રહે છે.
- રાજ્ય-વિશિષ્ટ રજાઓ: અમુક પર્વો જે ખાસ રાજ્યોમાં જ વધુ મહત્ત્વ ધરાવે છે, તે રજાઓ માત્ર તે રાજ્યની શાખાઓમાં જ લાગુ પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
