Pan Aadhaar Link : PAN સાથે આધાર લિંક કરવાની તારીખ લંબાવાઇ, જાણો નવી ડેડલાઇન
Pan Aadhaar Link : હાલ પાન કાર્ડ - આધાર કાર્ડને લિંક કરવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો તમારું PAN કાર્ડ હજૂ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી થયું, તો ગભરાવાની જરૂર નથી. અત્યાર સુધી આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ હતી.
મોટી સંખ્યામાં લોકોના કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી. જેને ધ્યાનમાં રાખીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા ફરી લંબાવવામાં આવી છે. હવે તેને ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તમે 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી શકો છો.

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાન-આધાર લિંકિંગ માટે વધુ 3 મહિનાનો વધારો આપવામાં આવ્યો છે. તેને 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.
હવે 30 જૂન સુધી તમે પાન-આધારને બરાબર એ જ રીતે લિંક કરી શકશો, જે રીતે તમે અત્યારે કરી રહ્યાં છો. સરકારી આદેશ અનુસાર 1 જુલાઈ, 2017 પહેલા બનેલા તમામ પાન કાર્ડને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 139 AA હેઠળ આધાર સાથે લિંક કરવાના રહેશે.

પાન-આધાર લિંકિંગ માટે અપાયો વધુ 3 મહિનાનો સમય
નવી સમયમર્યાદા વિશે માહિતી આપતા, CBDTએ જણાવ્યું હતું કે, કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે, PAN અને આધારનેલિંક કરવાની તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
આ અગાઉ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવાના ત્રણ દિવસ પહેલાકરદાતાઓને આ રાહત આપવામાં આવી છે. જો તમે નિયત તારીખ સુધીમાં પાન-આધાર લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈજશે.

કેવી રીતે જાણશો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં?
સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે. તેની લિંક નીચે મુજબ છે -
- https://www.incometax.gov.in/iec/foportal/
- આ પછી તમારે ટોચ પર આપેલી 'Link Aadhaar Status' પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. તેમાં તમારે તમારો પાન નંબર અને આધાર કાર્ડ નંબર નાખવો પડશે.
- હવે તમારે નીચે જમણી બાજુએ આપેલ 'Link Aadhaar Status' પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નથી, તો તમને PAN not linked with Aadhaar એવો મેસેજ દેખાશે. આધાર લિંક
- કરવા માટે Link Aadhaar પર ક્લિક કરો.
- જો તમારુ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક હશે તો Your Aadhaar is linked with PAN નો મેસેજ આવશે.

આધાર કાર્ડ અને પાન કાર્ડ કેવી રીતે લિંક કરશો?
તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લેવી પડશે. તેની લિંક નીચે મુજબ છે -
- https://www.incometax.gov.in
- જ્યારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ ખુલે છે, ત્યારે Link Aadhaar પર ક્લિક કરો. તમને આ ક્વિક લિંક્સ સેક્સનમાં મળશે.
- જે બાદ એક ફોર્મ ખુલશે, અહીં તમારે તમારો PAN કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તમે તમારા આધાર કાર્ડમાં જે
- નામ લખો છો, તે જ નામ તમે ફોર્મમાં લખો.
- ફોર્મ ભર્યા બાદ, I agree to validate my Aadhaar details with UIDAI, બોક્સ પર ક્લિક કરો.
- આ સાથે તમારે કેપ્ચા કોડ પણ દાખલ કરવો પડશે અને હવે 'Link Aadhaar' બટન પર ક્લિક કરવું પડશે.
- હવે 1000 રૂપિયાનો દંડ જમા કરો અને અરજી ફોર્મ સબમિટ કરો
- સબમિશન કર્યા બાદ સ્ક્રીન પર એક પુષ્ટિકરણ સંદેશ દેખાશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
