કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજુરી આપી
નવી દિલ્હી, 24 જુલાઇ : આજે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં FIPB મારફતે 49 ટકા FDIને મંજુરી આપી દીધી છે. સરકારે વીમા ક્ષેત્રમાં FDIને મંજુરી આપતા એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તેનું સંચાલન ભારતીય હાથોમાં રહે. આ પહેલા વીમા ક્ષેત્રમાં 26 ટકા FDIને મંજુરી હતી. આ નિર્ણય આજે સવારે થયેલી બેઠકમાં લેવાયો છે.
કેબિનેટના નિર્ણય અનુસાર વીમા કંપનીઓ પરનો મેનેજમેન્ટ કન્ટ્રોલ ભારતીય પ્રમોટરોના હાથમાં જ રહેશે. સૂત્રો અનુસાર નરેન્દ્ર મોદીના વડપણમાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આ સાથે લાંબા સમયથી પેન્ડીંગ ઇન્શ્યોરન્સ લો(સુધારા)બીલમાં સુધારા કરવાની પણ મંજૂરી મળી છે. આ બિલને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ (IRDA), 1999ની રચના બાદ વર્ષ 2000માં વીમા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂકાયુ હતું. આ એક્ટ મુજબ વિદેશી રોકાણકારોને 26 ટાક સુધીના રોકાણની પરવાનગી આપવામાં આવી હતી જે હવે વધીને 49 ટકા થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
