Budget 2024: બજેટમાં ગ્રામીણ વિસ્તારો માટે મોટી ભેટ, આવતા 5 વર્ષમાં બની જશે વધુ 2 કરોડ ઘર
Interim Budget 2024-25: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરીએ છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું. લોકસભા ચૂંટણી-2024 પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું વચગાળાનું બજેટ છે. બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને મોટી જાહેરાત કરી છે.
સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોના પછી પણ અમે તેના પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, "કોવિડના કારણે પડકારો હોવા છતાં, પીએમ આવાસ યોજના (ગ્રામીણ)નું કામ ચાલુ રહ્યું છે. અત્યાર સુધીમાં અમે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ ઘરોનું નિર્માણ પૂર્ણ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં અમે 2 કરોડ વધુ મકાનો બનાવીશું.
Budget 2024 Highlights: બજેટ 2024ના મહત્વના મુદ્દા
- સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, 'જુલાઈમાં પૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્યનો વિગતવાર રોડમેપ રજૂ કરશે.'
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આ વખતે આવકવેરા ભરનારાઓ માટે કોઈ રાહત નથી.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ત્રણ નવા રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે.
- નિર્મલા સીતારમણે કહ્યું, ત્રણ મોટા આર્થિક રેલવે કોરિડોર લાગુ કરવામાં આવશે. પ્રથમ એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર. બીજું, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને ત્રીજો હાઇ ટ્રાફિક ડેન્સિટી
- કોરિડોર.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. જ્યારે 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. અત્યાર સુધી અમે 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી છે. હવે અમે તેને 2 કરોડ રૂપિયાથી વધારીને 3 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Rural continued and we are close to achieving the target of 3 crore houses. 2 crore more houses will be taken up in the next 5 years to… pic.twitter.com/pemnJAvrCy
— ANI (@ANI) February 1, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
