Budget 2024: 25 કરોડ લોકોને ગરીબીમાંથી લાવ્યા બહાર, 2047 સુધી ભારત બનશે વિકસિત રાષ્ટ્રઃ નાણામંત્રી
Union budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ત્રણ મહિના માટે ખર્ચ કરવાની રકમનો હિસાબ છે. સંપૂર્ણ બજેટ સામાન્ય ચૂંટણી પછી જુલાઈમાં આવશે.
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેમની સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરી રહી છે. તેમણે કહ્યું કે તેમની સરકાર સબકા સાથ, સબકા વિકાસના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે મોદી સરકારે દેશમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. દરેક ઘરમાં પાણી, વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને તમામ માટે બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે.
નાણામંત્રીએ કહ્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે. અમારી સરકાર ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર મહત્તમ ધ્યાન આપી રહી છે. સરકાર તેમના જીવનને વધુ સારી બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. ગરીબોનું કલ્યાણ, દેશનું કલ્યાણ. અમે ગરીબો માટે ઘણું કામ કરી રહ્યા છીએ.
નિર્મલા સીતારમણે કહ્યું કે જન ધન ખાતામાંથી ડાયેરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી 34 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાંથી રૂ. 2.34 લાખ કરોડ બાકી છે. એટલે કે પૈસા ખોટી જગ્યાએ નથી ગયા. પીએમ પાક વીમા યોજના દ્વારા 4 કરોડ ખેડૂતોને તેનો લાભ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણું કામ કરી રહી છે. 2014 પહેલા મોટા પડકારો હતા.
નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે 3 હજાર નવી ITI, 7 IIT, 16 IIIT, 7 IIM, 15 AIIMS અને 390 યુનિવર્સિટીની સ્થાપના કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકારની આ યોજનાઓ દ્વારા ઘણો બદલાવ આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી છે. દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે. દેશના લોકો સારી કમાણી કરી રહ્યા છે. યોજનાઓ સમયસર લાગુ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
