Budget 2023: પાન કાર્ડને સિંગલ બિઝનેસ આઇડી તરીકે મળી માન્યતા
બજેટ 2023માં સૌથી મોટી જાહેરાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હવે બજેટ 2023-23માં પાન કાર્ડને ઓળખ કાર્ડ તરીકે માન્યતા આપી છે. હવે તમામ સરકારી વિભાગોમાં તમામ પ્રકારના ડિજિટલ કામ માટે પાન કાર્ડને એક સામાન્ય ઓળખ તરીકે સ્વીકારવામાં આવશે. સરકારે બજેટ 2023માં પાન કાર્ડને સિંગલ બિઝનેસ આઈડી તરીકે માન્યતા આપી છે. પાન કાર્ડનો ઉપયોગ હવે સિંગલ બિઝનેસ આઈડી તરીકે થઈ શકશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પાન કાર્ડ હવે તમામ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે એક કોમન બિઝનેસ આઈડી હશે. તે વ્યવસાય કરવા માટે સરળતા આપશે અને કાયદાકીય આદેશ સાથે અમલમાં આવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે યુનિફાઇડ ફાઇલિંગ પ્રક્રિયાની સ્થાપના કરવામાં આવશે જેથી રિટર્ન ફાઇલ કરનારાઓની પસંદગીની એજન્સીઓ સામાન્ય પોર્ટલ પરથી ડેટા મેળવી શકે. આ સાથે, આધાર ડિજીલોકરની ઓળખ તરીકે માન્ય રહેશે. KYCની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવશે.
બજેટ 2023ની કેટલીક મોટી જાહેરાતો
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 3 કરોડનું ટર્નઓવર ધરાવતા સૂક્ષ્મ ઉદ્યોગોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વરિષ્ઠ નાગરિક ખાતા યોજનાની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. આમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
