BSNL માં આર્થિક સંકટ, કર્મચારીઓને નથી આપી શક્યું ફેબ્રુઆરીનો પગાર
બીએસએનએલ તેના કર્મચારીઓને પહેલી વાર સેલેરી આપી શક્યું નથી. આવું ફેબ્રુઆરી મહિનામાં થયું છે. કંપની પાસે લગભગ 1.76 લાખ કર્મચારીઓ છે.
બીએસએનએલ તેના કર્મચારીઓને પહેલી વાર સેલેરી આપી શક્યું નથી. આવું ફેબ્રુઆરી મહિનામાં થયું છે. કંપની પાસે લગભગ 1.76 લાખ કર્મચારીઓ છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કંપની પાસે ફંડની અછત છે. કંપની હવે એટલી પણ કમાણી નથી કરી રહી કે તેના કર્મચારીઓને પગાર આપી શકે. હવે કર્મચારીઓના સંગઠનોએ સંચાર મંત્રાલયને પત્ર લખી મદદ માંગી છે.

જ્યારે બીએસએનએલનું વેતન બિલ 8% વર્ષની ગતિની ઝડપે વધી રહ્યું છે, ત્યારે તેની આવક સ્થિર નથી. હવે હાલત એવી છે કે કંપનીની કુલ કમાણીના લગભગ 55 ટકા માત્ર વેતન વિતરણમાં ખર્ચવામાં આવે છે. સરકારે હજુ સુધી કોઈ નાણાકીય સહાય આપવાનો સંકેત આપ્યો નથી. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપનીની જેમ જેમ આવક થતી જશે, કર્મચારીઓના પગાર ચૂકવવા માટે સક્ષમ બનશે. બીએસએનએલના એક અધિકારીના જણાવ્યા મુજબ કેરળ, જમ્મુ અને કાશ્મીર સહિત ઓડિશામાં પગાર ચૂકવવાના કામની શરૂઆત થઈ ગઈ છે.
આ પણ વાંચો: મોટા સમાચાર: BSNL બંધ થઈ શકે છે! આ કારણે કેન્દ્ર સરકાર પગલાં લઈ શકે છે
નોંધનીય છે કે લગભગ છ વર્ષથી કટોકટીમાંથી પસાર થઈ રહેલું બીએસએનએલ અને એમટીએનએલની સ્થિતિ સતત દયનિય બની રહી છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા મળી રહેલી સખત પ્રતિસ્પર્ધા અને તકનીકી રીતે આ બંને કંપનીઓને આધુનિક સાધનો અને અન્ય સુવિધાઓની ગેરહાજરીને લીધે તેમના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહી છે. હાલ, જ્યાં તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને 4 જી અને અન્ય અદ્યતન સુવિધા આપી રહી છે, ત્યાં બીએસએનએલ તેમની સ્પર્ધામાં ભાગ લેવા સક્ષમ નથી.
રિલાયન્સ જિયો (reliance jio) ના લોન્ચિંગ પછી, દેશની લગભગ બધી મોબાઇલ કંપનીઓની નાણાકીય સ્થિતિ પર નકારાત્મક અસર પડી છે. આના માટે મુખ્ય કારણ એ છે કે રિલાયન્સ જિયો તરફથી લાંબા સમય સુધી મફત સેવા આપવી અને પછી ખૂબ ઓછા દરે ડેટા પ્રદાન કરવા. પરિણામે, બાકીની કંપનીઓને પણ તેમના દરો ઘટાડવાની ફરજ પડી છે. આના કારણે, દેશની મોબાઇલ કંપનીઓએ તેમની મોબાઇલ કંપનીઓ મોટા ઓપરેટર્સને વેચી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
