BSEએ વોલ્યુમ આકર્ષવા સેન્સેક્સમાં મિનિમમ પ્રાઇસ મૂવમેન્ટ વધારી
મુંબઇ, 5 જાન્યુઆરી : બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ - BSE)એ વોલ્યુમ આકર્ષવા અથવા તો એમ કહો કે શેરનું વોલ્યુમ વધારવા આક્રમક નીતિ અપનાવી છે. આ માટે બીએસઇએ એક્સ્ચેન્જ પર લિસ્ટેડ શેર અને સેન્સેક્સ ફ્યુચર્સની ટિક સાઇઝ અથવા ભાવની ઓછામાં ઓછી વધઘટમાં વધારો કરવામાં આવ્યો છે.
સૂચિત ફેરફાર પછી બીએસઇ પર લિસ્ટેડ રૂપિયા 500થી રૂપિયા 2,000ની રેન્જના શેરના ભાવમાં હાલના રૂપિયા 0.10ની તુલનામાં રૂપિયા 0.25ની વધઘટ થશે. લઘુતમ બિડ પ્રાઇસમાં કરાયેલો આ ફેરફાર જુદા જુદા ભાવની રેન્જમાં ટ્રેડ થતા શેરોને લાગુ પડશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આગામી મહિનામાં બીએસઇ પર લિસ્ટેડ તમામ શેરની ટિક સાઇઝમાં વધારો કરવામાં આવશે. ઘણાં વર્ષોથી આ ફેરફારની રાહ જોવાતી હતી. તેની અસરને પગલે વોલ્યુમમાં થોડો વધારો થશે. નાની ટિક સાઇઝનો ફાયદો સતત સટ્ટો કરતા આલ્ગોરિધમિક ટ્રેડર્સને જ મળતો હતો.
બિડ-આસ્ક (ખરીદનાર અને વેચનારનો ભાવ) વચ્ચેના ઊંચા તફાવતને લીધે શેરનું વોલ્યુમ વધે છે, જે ટ્રેડને વધુ પરિપક્વતા પૂરી પાડે છે.કેટલાક બ્રોકર્સનું માનવું છે કે ટિક સાઇઝ બહુ ઓછી હોવાથી તરલતા ઘટે છે. કારણ કે લિક્વિડિટી સપ્લાયર્સ તેમની ઓર્ડરની માહિતી આપવામાં ખચકાટ અનુભવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
