Blue Aadhaar Card : શું છે બ્લુ આધાર કાર્ડ? જાણો તેના માટે કેવી રીતે એપ્લાય કરવુ?
ભારતમાં આજે આધાર કાર્ડ સૌથી મહત્વના દસ્તાવેજોમાં સામેલ છે. આ જ કારણ છે કે તમામ લોકો પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છે.
તમે આધાર કાર્ડ વિશે બધુ જાણતા હશો પરંતુ બ્લુ આધાર કાર્ડ વિશે મોટાભાગના લોકોને ખબર નથી. આજે અમે તમને તેના વિશે જણાવીશું.

જણાવી દઈએ કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ આધાર કાર્ડ છે અને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે. આ આધાર કાર્ડ બનાવવા માટે બાળકોના બાયોમેટ્રિક માર્ક્સ પણ લેવામાં આવતા નથી.
જો તમે પણ તમારા બાળકો માટે બ્લુ આધાર કાર્ડ બનાવવા માંગો છો તો અહીં અમે તમને આ સમગ્ર પ્રક્રિયા વિશે જણાવીશું.
જણાવી દઈએ કે, બાળકો માટે બનેલા બ્લુ આધાર કાર્ડને બાલ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. આધાર કાર્ડ એક યુનિટ 11 અંકનો નંબર છે. આધાર કાર્ડ એ તમારું ઓળખ પત્ર છે જે સમગ્ર દેશમાં માન્ય છે.
જો દેશના નાગરિકો કોઈ ખાસ સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો પણ તેમના માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તમને ખબર નહીં હોય પરંતુ દેશમાં ઘણા પ્રકારના આધાર કાર્ડ બને છે અને બ્લુ આધાર કાર્ડ પણ તેમાંથી એક છે.
નાના બાળકો માટે વાદળી રંગનું આધાર કાર્ડ બનાવવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. આના માટે બાળકોના બાયોમેટ્રિક્સની જરૂર ન હોવાથી તમે આ આધાર કાર્ડ ઘરે બેઠા પણ બનાવી શકો છો. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દેવામાં આવી છે. પહેલા બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે જરૂરી હતું, પરંતુ હવે બર્થ સર્ટિફિકેટ વિના પણ બાળકનું આધાર કાર્ડ બનાવી શકાશે.
બાલ આધાર કાર્ડ બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં જન્મ તારીખ સાચી હોય. આમાં તમને જન્મતારીખ સુધારવાની માત્ર બે તકો મળે છે, તેથી બાળકોની જન્મતારીખ દાખલ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ.
બ્લુ આધાર કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
- અમે તમને કેટલાક સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારા 5 વર્ષથી વધુ ઉંમરના બાળક માટે બ્લુ આધાર કાર્ડ માટે સરળતાથી અરજી કરી શકો છો.
- આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ માટે તમારે આ વેબસાઇટ www.UIDAI.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
- અહીં તમને આધાર કાર્ડનો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આધાર કાર્ડ લિંક પર ક્લિક કરતાની સાથે જ એક નવી વિન્ડો ખુલશે. આ પછી તમારા બાળકનું નામ, માતા-પિતાનો મોબાઈલ નંબર અને જન્મતારીખ સાથે ઈમેલ આઈડી જેવી ઘણી માહિતી ભરવાની રહેશે.
- આ પછી સરનામા સંબંધિત માહિતી જેવી કે બાળકોનું જન્મ સ્થળ, કાયમી સરનામું, જિલ્લો અને રાજ્ય ભરવાનું રહેશે.
- આ પછી તમારે તમારા દ્વારા ભરેલી તમામ વિગતોને ક્રોસ ચેક કરવી પડશે. જો બધી માહિતી સાચી હોય તો ફોર્મ સબમિટ કરવાનું રહેશે, આ માટે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ પછી તમારા બાળકનું બ્લુ આધાર કાર્ડ બની જશે.
- આ વાદળી રંગનું આધાર કાર્ડ પણ 5 વર્ષની ઉંમર પછી અપડેટ કરાવવુ પડશે. ત્યારબાદ બાયોમેટ્રિક્સ લેવામાં આવે છે અને તેને સામાન્ય આધાર કાર્ડ બનાવવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
