2000 રૂપિયાની નોટ અંગે આવ્યું મોટું અપડેટ, RBI ગવર્નરે આપ્યું નિવેદન
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ 2000 રૂપિયાની નોટને પરત ખેંચ્યા બાદ નિર્ણયને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાથી અર્થવ્યવસ્થા પર કોઇ નકારાત્મ પ્રભાવ થયો નથી.
પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટપણે કહી શકું છું કે, 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાથી અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર થઈ નથી. આનાથી ચોક્કસપણે કેટલીક અનિશ્ચિતતાઓ આવી છે, જેનો ભારતીય અર્થતંત્રને સામનો કરવો પડશે.

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, અમારી સામે બે-ત્રણ પડકારો હતા, પહેલો પડકાર આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાનો હતો, બીજો પડકાર હતો અલ નીનોની આગાહી જે મુખ્યત્વે હવામાન સાથે સંબંધિત હતી. આ સાથે રિઝર્વ બેંકે ઘણા મોટા પગલા લીધા હતા, જેથી બેંક દરોને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય અને ફુગાવાનો દર 5 ટકાની આસપાસ જાળવી શકાય.
ઉલ્લેખનીય છે કે, 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, આ નોટો હજુ પણ લીગલ ટેન્ડર છે, લોકો તેનો ઉપયોગ વ્યવહારમાં કરી શકે છે.
લોકો આ નોટને નજીકની બેંક શાખામાં જમા કરાવી શકે છે, તેને બીજી નોટ બદલાવી શકે છે. વધુમાં વધુ 10 નોટો બદલી કે જમા કરાવી શકાય છે. તેને કન્વર્ટ કરવા અથવા જમા કરાવવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા નથી, તે ગમે તેટલી વખત કરી શકાય છે. અત્રે નોંધનીય છે કે, 2000 રૂપિયાની નોટ નોટબંધી બાદ જ બહાર પાડવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
