PM Matsya Sampada Yojana : કેદ્રીય બજેટ 2023માં મળી મત્સ્ય પાલનને મોટી રાહત, ફાળવાયા 6000 કરોડ
Union Budget 2023, PM Matsya Sampada Yojana : કેન્દ્રીય બજેટ 2023માં પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 6000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. PM મત્સ્ય સંપદા યોજના એ મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર પર કેન્દ્રીત વિકાસ યોજના છે.
Union Budget 2023, PM Matsya Sampada Yojana : બજેટ 2023-24માં મત્સ્ય પાલન ઉદ્યોગમાં મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા સમયે જાહેરાત કરી હતી કે, સરકાર PMMSY માટે 6000 કરોડ રૂપિયા ફાળવશે.

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, સરકાર મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સક્ષમ કરવા માટે 6,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ એક પેટા યોજના શરૂ કરશે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂપિયા 20 લાખ કરોડ કરવામાં આવશે.
યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ રાહત યોજના આગામી દિવસોમાં લાવવામાં આવશે.
આ ઉપરાંત નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, અમારી સરકારનું વિઝન સ્પષ્ટ છે કે, કૃષિ સંબંધિત સ્ટાર્ટ-અપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવા સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવામાં આવશે, આ માટે અમે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરીશું.
PMMSY : પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શું છે?
PM મત્સ્ય સંપદા યોજના એ મત્સ્ય ઉદ્યોગ પર કેન્દ્રીત એક વિકાસ યોજના છે, જે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2024-25 સુધી તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત માછલીઓ ઉછેરનારા માછીમારોને વીમા કવચ, નાણાકીય સહાય અને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. PMMSY નો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સંસાધનોનો ઉપયોગ કરીને ગામની અર્થવ્યવસ્થાને ઝડપથી વધારવાનો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
