રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કરી શકશો KYC
રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કરી શકશો KYC
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેવાયસી નિયમોમાં મોટા સુધારા કર્યા છે. કેન્દ્રીય બેંકે આધાર આધારિત વાડિયો આધારિત કસ્ટમર આઈડેન્ટિફીકેશન પ્રક્રિયાને મંજૂરી આપી છે. હવે વીડિયોથી બેંક પોતાના ગ્રાહકોનું કેવાયસી અપડેટ કરી શકશે. ભારતીય રિઝર્વ બેંકે માસ્ટર KYC (Know Your Customer) માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જેના કારણે હવે મોબાઇલ વીડિયો કોલીંગના આધારે આ કામ શકશે. સેન્ટ્રલ બેંક દ્વારા સંચાલિત બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ, વોલેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ માટે આ મોટી રાહતના સમાચાર છે.

આ સુવિધાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે
અંતરિયાણ વિસ્તારમાં રહેતા ગ્રાહકોને આ સુવિધાથી સરળતા મળશે અને ખર્ચ પણ બચશે. આ ઉપરાંત સેન્ટ્રલ બેંકે આધાર અને અન્ય ઇ-દસ્તાવેજો દ્વારા ઇ-કેવાયસી અને ડિજિટલ કેવાયસીની સુવિધા આપી છે. આરબીઆઈના આ પગલાથી ભારતીય બજાર એક પસંદગીના બજારોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં નિયમોમાં ફેરફાર કરીને વીડિયો કેવાયસીને મંજૂરી અપાઈ છે. કેવાયસી નિયમોમાં સુધારો કરતા આરબીઆઈના નોટીફિકેશન મુજબ ગ્રાહકોની ઓળખ વધુ સરળ બનાવવા માટે કેન્દ્રીય બેંકે ગ્રાહકની પરવાનગી આધારિત વૈકલ્પિક પદ્ધતિ તરીકે વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા રજૂ કરી છે. જેનાંથી ગ્રાહકોની ઓળખ કરવાનું આસાન રહેશે.

વીડિયો કેવાયસી કેવી રીતે કરશો?
- આ નવી સુવિધા અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં નાણાકીય સંસ્થાઓનાં અધિકારીઓ પાન અને આધારકાર્ડથી કેટલાક સવાલો દ્વારા ગ્રાહકની ઓળખ કરી શકશે.
- વીડિયો કોલનો વિકલ્પ ફક્ત સંબંધિત બેંક અથવા સંસ્થાના ડોમેન પર જ ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો થર્ડ પાર્ટી એપ કે માધ્યમથી વીડિયો કોલ કરી શકશે નહી.
- આધાર આધારિત વીડિયો ગ્રાહક ઓળખ પ્રક્રિયામાં નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડના આધારે કેટલાક પ્રશ્નો દ્વારા ગ્રાહકની ઓળખ ચકાસી શકશે. આ સાથે, એજન્ટને પણ જીઓ-કોઓર્ડિનેટ્સ દ્રારા ગ્રાહક દેશમાં હોવાની પુષ્ટિ કરવી પડશે.

શું શું શરતો છે?
કેવાયસી માટે સંબંધિત બેંકના ડોમેનથી વીડિયો કોલ થવો અનિવાર્ય છે. થર્ડ પાર્ટી એપ દ્વારા માન્ય નથી. નિષ્ણાતો અનુસાર, વીડિયો કેવાયસી પ્રક્રિયા શરૂ કરતા પહેલા એપ્લિકેશન અને વેબસાઇટને લિંક કરવાની રહેશે. સૂચના મુજબ, વીસીઆઈપીની પ્રક્રિયા ટ્રેન્ડ અધિકારીઓ દ્વારા થવી જોઈએ.

કેવાયસી શું છે?
કેવાયસી એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખ પ્રક્રિયા છે. જે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરે છે. કેવાયસી એટલે "know your customer". બેંકો અને નાણાકીય કંપનીઓ આ માટે ફોર્મ ભરે છે અને તેની સાથે ઓળખના કેટલાક પુરાવા પણ લે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
