SBI એકાઉન્ટ ધારક સાવધાન! ATM કાર્ડથી ચોરાઈ રહી છે તમારા એકાઉન્ટની માહિતી
બેંકિંગના ફ્રોડના કેશમાં સતત વધારો થઇ રહ્યો છે. ATM કાર્ડની ક્લોનિંગ કરીને હેકરો મિનિટમાં તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.
બેંકિંગના ફ્રોડના કેશમાં સતત વધારો થઇ રહ્યો છે. ATM કાર્ડની ક્લોનિંગ કરીને હેકરો મિનિટમાં તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે. આવામાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમારા એકાઉન્ટ માહિતી કેવી રીતે લેવામાં આવે છે અને પછી તે માહિતીની સહાયથી તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરે છે.
આ પણ વાંચો: ખુશ ખબર! SBI સહિતની આ 6 મોટી બેન્કોએ આપી ભેટ, હોમ-કાર લોન સસ્તી

ATM કાર્ડથી એકાઉન્ટની માહિતી કેવી રીતે ચોરી થાય છે
ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા બેંક એકાઉન્ટની માહિતી ચોરી થવાના મોટાભાગના કેસોમાં ક્લોનિંગ કેસો સૌથી વધુ આવે છે. ક્લોનિંગ દ્વારા લોકો બેંક એકાઉન્ટની માહિતીને હેક કરે છે અને પછી તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરે છે. ક્લોનિંગ એટલે કે તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડનું ડુપ્લિકેટ કાર્ડ બનાવવું. મોટાભાગના કિસ્સાઓમાં શોપિંગ દરમિયાન, રેસ્ટોરન્ટમાં ભોજન ખાવા પછી બિલ ચૂકવવા માટે, પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા પછી પેમેન્ટ ચૂકવતી વખતે તમારા કાર્ડની ક્લોનિંગ થઈ શકે છે.

ક્લોનીંગ કેવી રીતે થાય છે
ATM સ્વાઇપ મશીનમાં કાર્ડ સ્કીમર ઉપકરણ દ્વારા હેકર તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડ વિશેની માહિતી એકત્રિત કરી લે છે. કાર્ડને સ્વાઇપ કરતી વખતે, તે કાર્ડ વિશેની બધી માહિતી હેકર્સના કમ્પ્યુટરમાં સેવ થઇ જાય છે, જેને તેઓ ખાલી કાર્ડમાં નાખે છે અને પછી એડવાન્સ પ્રિંટરની મદદથી ક્લોન તૈયાર કરી લે છે. અને ડુપ્લિકેટ કાર્ડનો ઉપયોગ કરી તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.

આ વસ્તુઓથી બચીને રહો
ક્લોનિંગ ઉપરાંત, ફિશિંગ પણ એક મોટું માધ્યમ છે, જેની મદદથી સાયબર ગુનેગારો તમારા ખાતામાં ફ્રોડ કરે છે. ફિશિંગમાં હેકરો ફેક ઈમેલ આઈડી બનાવે છે જે બેંકની ઇમેલ આઈડી જેવી જ હોય છે અને તે ફેક આઈડી દ્વારા એકાઉન્ટ ધારકો પાસેથી તેમની ખાનગી માહિતી માંગી તેમને ફસાવે છે. બેંકની વેબસાઇટ જેવી
ડુબ્લીકેટ વેબસાઈટ દ્વારા ગ્રાહકની વિગતો મેળવીને હેકરો તેમને પોતાનો શિકાર બનાવે છે. આવી પરિસ્થિતિમાં અમારી સલાહ છે કે તમે આ વસ્તુઓથી બચીને રહો:
-ATM મશીનમાં કાર્ડ દાખલ કરતા પહેલા ચેક કરો કે, કોઈ સ્કિમર તો નથી.
-સ્વેપિંગ પોઇન્ટની આસપાસ હાથ લગાવી ચેક કરી લો અને જો કોઈક વસ્તુ અલગ હોય તો એલર્ટ થઇ જાવ.
-ATM મશીનના કીપેડના એક ખૂણાને દબાવો. જો ATM માં પેડ સ્કીમર લાગેલું હશે તો બીજો ખૂણો ઉંચો થશે.
-સમયાંતરે તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડના PIN ને બદલો.
-કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને તમારા બેંક એકાઉન્ટ અથવા કાર્ડથી સંબંધિત કોઈપણ માહિતી શેર કરશો નહીં.
-કોઈને પણ તમારા એટીએમ કાર્ડનો નંબર, PIN અથવા OTP વિશે જણાવશો નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
