બજેટ 2020ઃ સરકારે રોકાણકારોનું 40 હજાર કરોડનું રિફંડ અટકાવ્યું
કેન્દ્ર સરકારે બજેટ પહેલા જ દેશના 2,500 નિકાશકારોના 40,000 કરોડ રૂપિયાના ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (આઇજીએસટી) ના રિફંડને અટકાવ્યું છે.
કેન્દ્ર સરકારે બજેટ પહેલા જ દેશના 2,500 નિકાશકારોના 40,000 કરોડ રૂપિયાના ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (આઇજીએસટી) ના રિફંડને અટકાવ્યું છે. જોકે મહેસુલના મોરચે સરકાર લક્ષ્યને પુરુ કરવામાં નિષ્ફળ હોય તેવું દેખાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં આ પગલું મહેસૂલની તંગી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ સેન્ટ્રલ બોર્ડ અને સીબીઆઇસી દ્વારા નિકાસકારોના આ રિફંન્ડને રોકવામાં આવ્યો છે. જોકે સીબીઆઇસીએ તેમની ક્ષેત્રિય કચેરીઓમાં સુચના આપી છે કે નિકાસકારોની ચકાસણી નિર્ધારિત સમયમાં થવી જોઈએ જેથી જેથી પ્રમાણિક નિકાસકારોને કોઈ મુશ્કેલી ન પડે.

જાન્યુઆરીમાં 1.15 લાખ કરોડ થઇ શકે છે GST કલેક્શન
તો બીજી તરફ તમને જણાવી દઇએ કે GST સંગ્રહ જાન્યુઆરીમાં 1.15 લાખ કરોડના રેકોર્ડને તોડી શકે છે. GST કલેક્શન દ્વારા સરકારને મોટા સમાચાર મળી શકે છે. પાછલા વર્ષની તુલનામાં વર્તમાન નાણાકીય વર્ષ પહેલાં 10 મહીનામાં ટેક્સ કલેક્શનમાં ફક્ત 11,000 કરોડનો ઘટાડો થઈ શકે છે. જોકે છેલ્લા બે મહીનામાં (નવેમ્બર અને ડિસેમ્બર) GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ચુક્યું હતુ. તેમજ નવેમ્બરમાં GST વસૂલી 1,03,492 કરોડ રૂપિયા જ્યારે ડિસેમ્બરમાં આ જ આંકડો 1,03,184 કરોડ રૂપિયા રહ્યો હતો. મહત્વનું છે કે જૂલાઇ 2017માં GST લાગૂ થયા બાદ એપ્રિલ 2019માં GST કલેક્શન સૌથી વધારે 1,13,865 કરોડ રૂપિયા રહ્યું હતું.

આ છે નવુ લક્ષ્ય
અહેવાલ મુજબ જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનનું સુધારેલું લક્ષ્ય 1.15 લાખ કરોડ રૂપિયા છે. ત્યારે જાણકાર સુત્રોએ જણાવ્યું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે. કારણ કે અમે ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને આશરે 40,000 કરોડ રૂપિયાની આવકના લીકેજને અટકાવવામાં સક્ષમ છીએ.

એપ્રિલ 2019 માં 1.13 લાખ કરોડ રૂપિયાની જીએસટી વસૂલી
જૂલાઈ 2017માં જીએેટી લાગૂ થયા બાદ એપ્રિલ 2019માં હજુ સુધી સૌથી વધારે જીએસટી કલેક્શન થયું છે. એપ્રિલ 2019માં 1.3 લાખ કરોડ રૂપિયા GST વસૂલી થઇ છે અને આ સિવાય નવેમ્બર અને ડિસેમ્બર સુધીના આંકડા મુજબ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોમ્બર આ ત્રણ મહીનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી નીચે રહ્યું હતુ. જાન્યુઆરી અને ફેબરુઆરીમાં જીએટી કલેક્શનનું લક્ષ્ય 1 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થયો છે. તો બીજી તરફ માર્ચ માટે આ લક્ષ્યાંક 1.25 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું છે

ટેક્સ કલેક્શનમાં ઘટાડો
નાણાકીય વર્ષ 2020 માં એપ્રિલથી જાન્યુઆરીની વચ્ચે સીધા ટેક્સ કલેક્શનમાં 11,000 કરોડનો ઘટાડો થઇ શકે છે. નાણાકીય વર્ષ 2020 પહેલા 10 મહીનામાં એકંદર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 9.01 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જ્યારે પાછલા વર્ષે ડાઇરેક્ટ ટેક્સ કલેક્શન 9.12 લાખ કરોડ રૂપિયા હતું. તેજ સમયે કેન્દ્રએ નાણાકીય વર્ષ 2020ની વેરાની આવકમાં 25 ટકાના વધારા સાથે 16.5 લાખ કરોડ રૂપિયા થવાનો અનુમાન લગાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
