Bank Holidays in January 2023 : જાન્યુઆરીમાં 14 દિવસ રહેશે બેંક બંધ, જાણો રજાઓની યાદી
બેંકના ઘણા કામ એવા છે જેના માટે તમારે બેંક સુધી જવાની જરૂર પડે છે. આવા સમયે તમારે બેંક હોલીડે વિશે જાણી લેવું જોઇએ, નહીંતર બેંક સુધી તમારે ખોટો ધક્કો થઇ શકે છે.
Bank Holidays in January 2023 : આધુનિક ટેકનોલોજીમાં દરેક કામ આંગળીના ટેરવા પર થઇ રહ્યું છે. તેમ છતા ઘણા કામો કરવા માટે તમારે જાતે જવું પડે છે. જેમાં બેંક પણ અપવાદ નથી. વર્તમાન સમયમાં તમે પૈસાની લેવડ-દેવડથી લઇને ચેક બુકની અરજી સહિતની સુવિધા મોબાઇલ મારફતે મેળવી શકો છો. આ સાથે તમે ખાતુ પણ ઓનલાઇન ખોલાવી શકો છો.
જોકે, બેંકના ઘણા કામ એવા છે જેના માટે તમારે બેંક સુધી જવાની જરૂર પડે છે. આવા સમયે તમારે બેંક હોલીડે વિશે જાણી લેવું જોઇએ, નહીંતર બેંક સુધી તમારે ખોટો ધક્કો થઇ શકે છે.

આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે, જાન્યુઆરી 2023માં બેંક 14 દિવસ માટે બંધ રહેશે. તેથી જો તમે બેંકમાં જવાના છો, તો જાન્યુઆરી પહેલા જ તમારું કામ પતાવી લો અથવા રજાઓનું લીસ્ટ જોઈને જ બેંક જાઓ.
જાન્યુઆરી મહિનાની રજાઓની યાદી

1, 2 અને 8 જાન્યુઆરી
1 જાન્યુઆરી, 2023ના રવિવાર અને નવા વર્ષને કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. ત્યારે જ્યાં એક તરફ આઇઝોલ અને મિઝોરમમાં 2જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણી માટે અને 8 જાન્યુઆરીના રોજ રવિવારની રજાના કારણે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

11, 12 અને 14 જાન્યુઆરી
મિઝોરમમાં 11 જાન્યુઆરીએ મિશનરી ડે અને પશ્ચિમ બંગાળમાં 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંક બંધ રહેશે. જ્યારે14 જાન્યુઆરીના રોજ મહિનાના બીજા શનિવાર અને મકરસંક્રાંતિ/માઘ બિહુના કારણે, ગુજરાત, કર્ણાટક, આસામ, સિક્કિમ અને તેલંગાણામાં બેંકમાં રજા રહેશે.

15, 22, 23 અને 25 જાન્યુઆરી
15મી જાન્યુઆરીએ રવિવારના કારણે અને પોંગલ/માઘ બિહુના કારણે પણ સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ સાથે 22 જાન્યુઆરીના રોજરવિવારના કારણે, તમામ રાજ્યોની બેંકમાં રજા રહેશે.
બીજી તરફ આસામમાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતીઅને હિમાચલ પ્રદેશમાં 25 જાન્યુઆરીના રોજ રાજ્ય સ્થાપના દિવસના કારણે બેંકમાં રજા રહેશે.

26, 28, 29 અને 31 જાન્યુઆરી
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તેથી તે રાષ્ટ્રીય રજા છે અને આ દિવસે સમગ્ર દેશની બેંક બંધ રહેશે.
જ્યારે 28જાન્યુઆરીએ ચોથો શનિવાર હોવાથી સમગ્ર દેશની બેંકમાં રજા રહેશે અને 29 જાન્યુઆરીએ રવિવારની રજા રહેશે.
આ સાથે મિડમ્મીના કારણે આસામની બેંકમાં 31 જાન્યુઆરીના રોજ રજા રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
