ભારત Vs પાક., અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?
જમ્મુ-કાશ્મીરમાં સેનાના આર્મી બેઝ પર થયેલા હુમલા બાદ દેશમાં પાકિસ્તાન અને સરકારના વલણને લઇને આક્રમક પ્રતિક્રિયાઓ આવી રહી છે. હુમલામાં અત્યાર સુધીમાં 18 જવાન શહીદ થઇ ચૂક્યા છે અને ઘાયલ જવાનોની સારવાર ચાલુ છે. આ દરમિયાન મીડિયામાં લોકો પાસેથી એક વાત વારંવાર આવી રહી છે કે આપણે આ હુમલાનો વળતો જવાબ આપી પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઇએ પરંતુ આનાથી અલગ આ સમગ્ર મુદ્દાને જોવાનો એક આર્થિક દ્રષ્ટિકોણ પણ છે.
આર્થિક રીતે વિકાસ કરી રહ્યું છે ભારત

ભારત હાલમાં આર્થિક ક્રાંતિના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે. એશિયાના બે મોટા હરીફ ચીન અને જાપાન ભારતમાં ભારે રોકાણ કરી રહ્યા છે. યુરોપ અને અમેરિકા સહિત ખાડીના દેશો સાથે ભારતના આર્થિક સંબંધો ઐતિહાસિક રૂપે મજબૂત બની રહ્યા છે એવામાં યુદ્ધનો વિકલ્પ પસંદ કરવાથી દેશને આર્થિક રીતે મોટુ નુકશાન થઇ શકે છે.
અર્થવ્યવસ્થાની ગતિ પડશે ધીમી

જો યુદ્ધની સ્થિતિ આવે તો દેશમાં અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. જો યુદ્ધ થયું તો ભારતમાં રોકાણ કરનારી તમામ વિદેશી કંપનીઓ અને વિદેશી રોકાણકારો બજારમાંથી પોતાના વધુ ને વધુ પૈસા ખેંચી લેશે જેનાથી બજાર નીચુ જઇ શકે છે. જ્યારે આ તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આમ પણ ખૂબ જ નબળી છે. યુદ્ધની સ્થિતિ તેની કમર તોડી દેશે. આર્થિક સંકટને કારણે પાકિસ્તાન અને તેની સેના કમજોર પડી શકે છે જેનો ફાયદો ભારતને મળી શકે છે.
એફડીઆઇ પર પડશે નકારાત્મક અસર

જો યુદ્ધની સ્થિતિ આવે તો ભારતમાં વિદેશી રોકાણ પર મોટી અસર પડી શકે છે. ભારતમાં રોકાણ કરવાવાળી તમામ વિદેશી કંપનીઓ થોડા દિવસો માટે રોકાણ ટાળી શકે છે અથવા રદ્દ કરી શકે છે. એવામાં દેશની અર્થવ્યવસ્થાને મળનારી ગતિ ધીમી પડી જશે જેનું નુકશાન ભારતે ઉઠાવવું પડશે. જો કે આ નુકશાન એવું નહિ હોય જેનો ફાયદો પાકિસ્તાન ઉઠાવી શકે.
ચીન-પાકિસ્તાન કૉરિડોરને નુકશાન

જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની તો પાકિસ્તાનને સૌથી મોટુ નુકશાન ઇકોનોમિક કૉરિડોરમાં થઇ શકે છે. ચીને આ માટે 46 અબજ ડૉલરનું રોકાણ કર્યુ છે. યુદ્ધની સ્થિતિમાં ચીન કામ બંધ કરી શકે છે જેનું નુકશાન પાકિસ્તાનને ઉઠાવવું પડી શકે છે. ચીન-પાકિસ્તાન કૉરિડોર પાકિસ્તાન અને ચીન બંનેની ખૂબ જ મહત્વાકાંક્ષી પરિયોજના છે.
એક નજર ભારત અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર

ભારત દુનિયાની ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે. દરેક મોટા દેશોની નજરો ભારત પર ટીકેલી છે. આ તરફ પાકિસ્તાન ભારતના મુકાબલે ખૂબ જ કમજોર છે. ભારત અને પાકિસ્તાન આર્થિક મોરચે કેટલા મજબૂત છે તેની વિગતવાર જાણકારી આગળ આપેલી છે:
જીડીપી

પાકિસ્તાનની હાલની જીડીપીની જો વાત કરીએ તો તે હાલમાં દુનિયાની ૪૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પાકિસ્તાનની કુલ જીડીપી ૨૭૦ બિલિયન અમેરિકી ડૉલર છે. જ્યારે ભારત દુનિયાની ૮મી સૌથી મોટી અને સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે જ્યારે ચીન બીજા નંબર પર છે.
વ્યક્તિદીઠ આવક

વ્યક્તિદીઠ આવકના મામલે પાકિસ્તાનની સ્થિતિ થોડી સારી છે. જો કે ભારતના મુકાબલે પાકિસ્તાનની જનસંખ્યા બહુ ઓછી છે એટલે વ્યક્તિદીઠ આવકનો આંકડો ભારતના વ્યક્તિદીઠ આવકની આસપાસ છે. હાલમાં પાકિસ્તાનની વ્યક્તિદીઠ આવક ૧૪૨૮.૯૯ ડૉલર છે જ્યારે ભારતની વ્યક્તિદીઠ આવક ૧૫૮૧.૫૯ ડૉલર છે. જ્યારે ચીનની વ્યક્તિદીઠ આવક ૭૯૨૪.૬૫ ડૉલર છે.
વિકાસદર

આખી દુનિયા એમ માનીને ચાલી રહી છે કે આવનારુ દશક ભારત અને ચીનનું હશે. દુનિયામાં એશિયાઇ દેશોનો પ્રભાવ હશે. જેમાં ભારત, ચીન, જાપાન, સિંગાપુર, થાઇલેંડ જેવા દેશ છે આમાં પાકિસ્તાને પણ પોતાને સામેલ કરી દીધું છે. જ્યારે સત્ય એ છે કે પાકિસ્તાનનો વિકાસદર ઘણા એશિયાઇ દેશોથી નીચો છે. હાલમાં પાકિસ્તાનનો વિકાસદર ૫.૫૪ % છે. જ્યારે ભારતનો વિકાસદર ૭.૫૭ % છે. ચીન ભારતથી પાછળ છે. ચીનનો વિકાસદર ૬.૯ છે.
બેરોજગારી

પાકિસ્તાનમાં બેરોજગારી એક મોટુ સંકટ છે. પાકિસ્તાનમાં ખૂબ જ ઓછા રોકાણને કારણે ત્યાં બેરોજગારી વધી છે. પાકિસ્તાનની આખી અર્થવ્યવસ્થા અત્યારે CPEC એટલે કે ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર પર નિર્ભર છે. પાકિસ્તાનનો હાલનો બેરોજગારીનો દર ૫.૨% છે. ભારતનો વર્તમાન બેરોજગારી દર ૩.૬ % અને ચીનનો ૪.૭ % છે.
ડૉલરની કિંમત અને ગરીબીના આંકડા

પાકિસ્તાની રૂપિયો એક કમજોર અર્થવ્યવસ્થાની કમજોર રકમ છે. હાલમાં એક અમેરિકી ડૉલરની કિંમત ૧૦૪.૬૧ રૂપિયા છે જ્યારે ભારતમાં આ જ આંકડો ઘટીને ૬૬.૭૩ રૂપિયા પર આવી જાય છે અને ચીનમાં ૬.૬૩ યુઆન રહી જાય છે. પાકિસ્તાનની ૨૯.૫% જનસંખ્યા અત્યારે ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. જ્યારે ભારતમાં આ આંકડો ૨૧.૯% છે. ચીનની સરકારે આ સંદર્ભમાં કોઇ આંકડા જારી કર્યા નથી.
સૈન્ય બજેટ

પાકિસ્તાન પોતાનું રક્ષા બજેટ પણ ભારે ભરખમ રાખે છે. પાકિસ્તાનનો કુલ સૈન્ય ખર્ચ તેની જીડીપીના ૩.૫૭% છે જ્યારે ભારતમાં આ આંકડો ઘટીને ૨.૪૨% છે અને ચીનમાં ઘટીને ૧.૯૮ % રહી જાય છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
