Jioના નુક્શાનમાં એરટેલ અને આઇડિયાનો આમ થયો ફાયદો
શેરબજારમાં શુક્રવારે જીયોના શેર પડ્યા હતા અને ભારતીય એરટેલ અને આઇડિયાના વધ્યા હતા.
રિલાયન્સ જીયોએ ગુરુવારે જલ્દીમાં જલ્દી તેની ઓફર સમર સરપ્રાઇઝને પાછી લેવાનો નિર્ણય કર્યો. ટ્રાઇના આદેશ પછી જીયોએ આ વાત સ્વીકારી હતી. જો કે આ વાતની જાહેરાત થતા જ ચોખ્ખો ફાયદો જો કોઇને થયો હોય તો તે છે ભારતીય એરટેલ અને આઇડિયાને. શુક્રવારે ભારતીય શેયર બજારમાં ભારતીય એરટેલ અને આઇડિયાના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અને આ તેજી સાથે જ શેર માર્કેટ શુક્રવારે બંધ થયું હતું. તો બીજા પક્ષે રિલાયન્સના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ભારતીય એરટેલ લિમિટેડ 0.89 ટકાની તેજી સાથે 344.85એ તેનો વેપાર બંધ કર્યો હતો. તેનું દિવસનો ઉચ્ચત્તમ સ્તર 350 અને નિમન્ન સ્તર 341.75 રહી હતી. સાથે જ 11:30 વાગે એનએસઇ પર ભારતીય એરટેલ લિમિટેડ 2.17 ટકાના વધારા સાથે 349.05 સ્તર પર ચાલી રહ્યો હતો. તો બીજી તરફ આઇડિયા સેલ્યુલર લિમિટેડની વાત કરીએ તો તે 1.04 ટકાના વધારા સાથે 87.50 સ્તર બંધ થયો હતો. તેનું ઉચ્ચતમ 89.50 અને નિમ્ન 87.15 સ્તર રહ્યું હતું. સાથે જ 11:30 વાગ્યા સુધી તેના શેરમાં 1.85 ટકાની તેજી જોવા મળી, તેણે 88.20ના સ્તરે વેપાર બંધ કર્યો.
રિલાયન્સ
જો કે સમર ઓફરના કારણે રિલાયન્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 2.74 ટકાના નુક્શાન સાથે તેણે 39.05 સ્તરે વેપાર બંધ કર્યો. સવારે 11:30 વાગ્યા સુધી 1.37ના નીચેલા દર સાથે તેણે 39.60ના સ્તરે વેપાર બંધ કર્યો હતો. આમ ટ્રાઇના આદેશ પછી જીયોના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
