અદાણી ગ્રુપે પોતાની જ કંપનીના શેરોમાં રોકાણ કરવા 'અપારદર્શક' ફંડનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ
Gautam Adani: અદાણી ગ્રુપને લઈને વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ એટલે કે OCCRP એ આરોપ લગાવ્યો છે કે મોરેશિયસમાંથી અદાણી ગ્રુપના સ્ટોકમાં કેટલાંક મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.
આ રોકાણ પારદર્શક નહોતું. આરોપ છે કે અદાણી ગ્રુપે ગુપ્ત રીતે પોતાના શેરમાં રોકાણ કર્યું હતું. આ રોકાણ OCCRP દ્વારા પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના શેર 2013-2018 વચ્ચે ગુપ્ત રીતે ખરીદવામાં આવ્યા હતા. ગ્રુપનો દાવો છે કે આ રોકાણ મોરેશિયસ દ્વારા કરવામાં આવ્યું છે અને અમને આ માહિતી અદાણી ગ્રુપના ઈન્ટરનલ મેઈલથી મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં બે કેસ એવા છે જ્યારે અદાણી ગ્રુપના શેર વિદેશી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.
આ રિપોર્ટમાં મુખ્યત્વે બે રોકાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નસીર અલી શબાન અહલી અને ચાંગ જંગ લિંગ. આ બંને અદાણી પરિવારના લાંબા સમયથી બિઝનેસ પાર્ટનર છે.
OCCRP એ બંનેની તપાસ કરી છે અને દાવો કર્યો છે કે એવા કોઈ પુરાવા નથી કે જે પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે તે અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું હતું કે નહીં, પરંતુ તે સ્પષ્ટ છે કે બંને બિઝનેસ પાર્ટનરોએ આ રોકાણ કર્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રૂપમાં અદાણી ગ્રૂપ જ પ્રમોટર છે, તેથી આ રોકાણ બાદ અદાણી ગ્રૂપનો હિસ્સો 75 ટકાને વટાવી જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અદાણી ગ્રૂપને લઈને હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપે શેરની કિંમતોમાં છેડછાડ કરી છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
