બદલાઈ ગયા છે આધાર કાર્ડ જોડાયેલા નિયમો, આજે જ જાણી લો
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નવા આધાર કાર્ડ બનાવવા અને જૂના આધાર કાર્ડને અપડેટ કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઓથોરિટીએ આધાર નિયમોમાં સુધારાને લઈને નોટિફિકેશન જારી કર્યુ છે.
આધાર માટે નોંધણી અને અપડેટ કરવા UIDAI દ્વારા નવા ફોર્મ જારી કરવામાં આવ્યા છે. આ ફોર્મ દ્વારા આધાર અપડેટ અથવા એનરોલમેન્ટની પ્રક્રિયા વધુ સરળ બનશે.

નવા ફોર્મના કારણે હવે આધારમાં કરેક્શન વધુ સરળ બનશે. હવે ઘણી વસ્તુઓને ઓનલાઈન પણ સુધારી શકાશે. જે અગાઉ કેન્દ્રમાં જઈને અપડેટ કરવી પડતી હતી.
હવે લગભગ તમામ સુધારાઓ ઓનલાઈન અપડેટ કરી શકાશે. આ નિયમોને કારણે હવે તમારે દરેક કામ માટે આધાર સેન્ટર દોડવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં, ભારતીયો અને NRI માટે અલગ-અલગ ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે.
આધાર નોંધણી માટે ભારતીયો અને એનઆરઆઈ માટે અલગ-અલગ ફોર્મ જારી કરવામાં આવ્યા છે. નવા નિયમો આધારમાં વસ્તી વિષયક વિગતો અપડેટ કરવાનું સરળ બનાવે છે.
જૂના નિયમોમાં ફક્ત ઓનલાઈન મોડમાં એડ્રેસ અપડેટ કરવાની સુવિધા આપવામાં આવી હતી. અન્ય વિગતો અપડેટ કરવા માટે આધાર ધારકે નોંધણી કેન્દ્રમાં જવુ પડતું હતુ.
નવા નિયમો હેઠળ અનુસાર, જો વ્યક્તિ તેની જન્મતારીખનો કોઈ દસ્તાવેજી પુરાવો આપી શકતો નથી તો આધાર કાર્ડ પર તેનું અનુમાનિત જન્મ વર્ષ જ પ્રિન્ટ કરવામાં આવશે. જો કોઈ ઈચ્છે છે કે આધાર કાર્ડ પર સંપૂર્ણ જન્મતારીખ છાપવામાં આવે તો તેણે તેના માટે જન્મ પ્રમાણપત્રનો દસ્તાવેજ જમા કરાવવો પડશે.
આધાર નોંધણી અથવા વિગતો અપડેટ કરવા માટે દસ્તાવેજની ચકાસણીની જરૂર પડશે અથવા કુટુંબના વડા દ્વારા ચકાસણી કરી શકાય છે. નવા નિયમ હેઠળ એનઆરઆઈએ આધારમાં ઈમેલ આઈડી આપવી પડશે.
જો NRI ભારતની બહાર મોબાઈલ નંબર આપે છે તો ફોર્મ 1 માર્ગદર્શિકા મુજબ તેના પર કોઈ SMS, ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે નહીં. NRI માટે માત્ર માન્ય ભારતીય પાસપોર્ટ ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
