ભારતીય સ્ટોક માર્કેટ અંગે તમે નહીં જાણતા હોવ તેવી 9 હકીકતો
ભારતીય શેરબજાર અનેક રીતે અનન્ય છે. ભારતના બે સૌથી મોટા સ્ટોક એક્સચેન્જીસમાં વિશ્વમાં સૌથી વધારે કંપનીઓ લિસ્ટેડ થયેલી છે. અહીં અમે ભારતીય શેર બજાર અંગે એવી 8 બાબતો જણાવી રહ્યા છીએ જે આપ જાણતા નહીં હોવ...

ભારતમાં માત્ર 2 ટકા લોકો શેરમાર્કેટમાં રોકાણ કરે છે
ભારતીયો બચત કરવા માટે જાણીતા છે. પરંતુ તેમના મોટા ભાગના નાણા તેઓ બેંક ડિપોઝિટ, સોના કે રીયલ એસ્ટેટમાં રોકતા હોય છે. તમારા માનવામાં નહીં આવે પરંતુ હકીકત એ જ છે કે ભારતના માત્ર 2 ટકા લોકો શેરબજારમાં પોતાની બચત રોકે છે.

ભારતમાં સૌથી વધારે લિસ્ટેડ શેર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતના બે સૌથી મોટા શેરબજાર છે. તેમાં વિશ્વની સૌથી વધારે કંપનીઓ નોંધાયેલી છે. તેમાં અંદાજે 9,000 કંપનીઓ લિસ્ટેડ છે.

શેર્સમાં કોનો હિસ્સો સૌથી વધારે?
ભારતીય શેરબજારમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)એ શેર્સમાં સૌથી વધારે પ્રમાણમાં રોકાણ કર્યું છે. જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સમાં LIC પાસે સૌથી વધારે શેર્સ છે.

ખરાબ આંકડા
ભારતીય શેર બજારમાં નોંધાયેલી 9000 કંપનીઓમાંથી માત્ર 3000 કંપનીઓના શેર્સમાં જ ટ્રેડિંગ થાય છે. બાકીની 6000 કંપનીઓના શેર્સમાં ટ્રેડિંગ થતું નથી અથવા નહીંવત ટ્રેડિંગ થાય છે.

ડેરિવેટિવ્સમાં વિક્રમી પરફોર્મન્સ
ડેરિવેટિવ્સ માર્કેટમાં એનએસસી સૌથી વધારે વોલ્યુમ ધરાવતું બીજું માર્કેટ છે. ઇન્ડેક્સ ઓપ્શનમાં તે બીજા ક્રમે છે. જ્યારે સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચરમાં તે ત્રીજા ક્રમે છે.

માર્કેટ તરફ રોકાણકારો આકર્ષાયા
શેરમાર્કેટમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ મૂલ્ય જીડીપીની ટકાવારી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે ઊંચું ગયું છે. ભારતીય શેરબજારની માર્કેટ કેપ અંદાજે 93 કરોડ રૂપિયા છે જે જીડીપીના અંદાજે 86 ટકા થાય છે.

રોકાણકારોએ પૈસા બનાવ્યા
સેન્સેક્સ અને નિફ્ટીમાં લાભ મેળવવામાં આ વર્ષે ભારતીય સ્ટોક માર્કેટ સૌથી આગળ રહ્યા છે. કારણ કે સ્ટોક માર્કેટમાં પૈસા રોકીને રોકાણકારોએ નાણા બનાવવાનું શરૂ કર્યું છે.

એનએસઇનો વિક્રમ
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇક્વિટી શેર્સના ટ્રેડિંગના આધારે સૌથી મોટું શેરબજાર છે. તેમા વર્ષ 2011 અને 2012ની ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુકમાં સૌથી વધારે ટ્રેડિંગ નોંધાયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
