7th Pay Commission: શું છે મોંઘવારી ભથ્થુ? આવી રીતે થાય છે ગણતરી, જાણો તમામ વિગત
7th Pay Commission: નોકરીયાત વર્ગના લોકોનો સળગતો પ્રશ્ન મોંઘવારીનો રહે છે. જે કારણે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે, જે મોટી રાહત સમાન છે. મોંઘવારી ભથ્થુ પગાર સાથે આપવામાં આવે છે.
ઘણા લોકો એવું વિચારે છે કે, મોંઘવારી ભથ્થું તમામ નોકરી કરતા લોકો માટે ઉપલબ્ધ છે, પરંતુ નોંધનીય બાબત છે કે, મોંઘવારી ભથ્થું ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓને જ ઉપલબ્ધ છે. ખાનગી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવતું નથી.

શું છે મોંઘવારી ભથ્થું? - મોંઘવારી ભથ્થું (DA) એ સરકારી કર્મચારીઓનું શસ્ત્ર છે, જેના વડે તેઓ દર વર્ષે વધતી મોંઘવારીથી બચી જાય છે. હકીકતમાં, સરકાર (કેન્દ્ર અથવા રાજ્ય) સરકારી કર્મચારીઓને તેમના જીવનધોરણને જાળવી રાખવા માટે તેમના બેઇઝિક પગાર ઉપરાંત વધારાના ભથ્થાં આપે છે, જેથી તેમને મોંઘવારીનો સામનો કરવો ન પડે.
ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભથ્થાના પૈસા સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. સરકાર દર 6 મહિનામાં એકવાર ડીએની ગણતરી કરે છે. હાલમાં 42 ટકા ડીએ આપવામાં આવે છે.
કેવી રીતે ગણવામાં આવે છે મોંઘવારી ભથ્થું? - મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનું સૂત્ર નિશ્ચિત છે, અને તે મુજબ ડીએની ગણતરી કરવામાં આવે છે.
ફોર્મ્યુલા - [(છેલ્લા 12 મહિનાના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ - 115.76)/115.76] × 100
જાહેર ક્ષેત્રમાં કામ કરતા લોકોના DAની ગણતરી આ રીતે કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (આધાર વર્ષ 2001=100)-126.33)) x 100
છૂટક ફુગાવાના આધારે નક્કી કરવામાં આવે છે ફુગાવો - ડીએ જથ્થાબંધ ફુગાવાના આધારે નહીં, પરંતુ છૂટક ફુગાવાના આધારે નક્કી કરવામાં આવે છે. છૂટક ફુગાવો તે છે જે તમે અને હું ઉત્પાદન ખરીદ્યા પછી ચૂકવીએ છીએ. તમને આપવામાં આવેલ ડીએ સંપૂર્ણપણે કરપાત્ર આવક છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભથ્થું સૌપ્રથમ વર્ષ 1972માં શરૂ કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
