7th pay commission : સરકારી કર્મચારીઓ પર સરકાર મહેરબાન, HRA માં થશે 3 ટકાનો વધારો
7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે તેમના પગારમાં સતત વધારો થઇ રહ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ 42 ટકા કર્યું છે. જે બાદ હવે AICPI ઇન્ડેક્સના જૂન સુધી આંકડા આવી ચુક્યા છે. તેનો મતલબ એ છે કે જુલાઇ 2023થી લાગુ થનારું મોંઘવારી ભથ્થું મળવાનું શરુ થઇ જશે.
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની પણ શક્યતા છે, પરંતુ તેની જાહેરાત કરવામાં થોડો સમય લાગશે. જોકે, તેનો અમલ 1 જુલાઈ 2023થી જ થશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે અન્ય ભથ્થામાં પણ વધારો કરવાનો રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ડીએમાં વધારો કર્યા પછી હવે પછીનું રિવિઝન HRAનું છે.

DA વધારો પછી HRA રિવિઝન ક્યારે થશે? - મોંઘવારી ભથ્થું 25 ટકાને વટાવતા જ જુલાઈ 2021માં HRA માં સુધારો કરવામાં આવ્યો હતો. HRA ના હાલના દરો 27 ટકા, 18 ટકા અને 9 ટકા છે. જોકે હવે મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ ગયું છે. હવે સવાલ એ છે કે, સતત વધી રહેલા ડીએ પછી, એચઆરએનું આગામી રિવિઝન ક્યારે થશે?
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે મકાન ભાડા ભથ્થામાં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવે છે. શહેરોની કેટેગરી અનુસાર વર્તમાન દર 27 ટકા, 18 ટકા અને 9 ટકા છે. આ વધારો DAની સાથે 1 જુલાઈ 2021થી લાગુ થશે, પરંતુ 2016માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમ અનુસાર DA વધારા સાથે HRAમાં સમયાંતરે સુધારો કરવામાં આવશે. છેલ્લું પુનરાવર્તન 2021 માં કરવામાં આવ્યું છે. હવે આગામી રિવિઝન વર્ષ 2024માં થશે.
HRA 3 ટકા વધશે - હાઉસ રેન્ટ એલાઉન્સમાં આગામી રિવિઝન 3 ટકા હશે. HRAનો મહત્તમ દર હાલના 27 ટકાથી વધીને 30 ટકા થશે, પરંતુ આ ત્યારે થશે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ જશે. મેમોરેન્ડમ મુજબ, જ્યારે DA 50 ટકા વટાવી જશે, ત્યારે HRA 30 ટકા, 20 ટકા અને 10 ટકા હશે.
ઘર ભાડા ભથ્થાની કેટેગરી X, Y અને Z વર્ગના શહેરો અનુસાર છે. એક્સ કેટેગરીમાં આવતા કેન્દ્રીય કર્મચારીઓને 27 ટકા HRA મળે છે, જે 30 ટકા થશે, જો DA 50 ટકા હશે. આવા સમયે, Y વર્ગના લોકો માટે, તે 18 ટકાથી વધીને 20 ટકા થશે. Z વર્ગના લોકો માટે તે 9 ટકાથી વધીને 10 ટકા થશે.
HRA ની ગણતરી કેવી રીતે થાય છે? - 7મા પે કમિશન મુજબ, કેન્દ્રીય કર્મચારીઓની મહત્તમ બેઝિક સેલરી 56,900 રૂપિયા પ્રતિ માસ છે, તો તેનો HRA 27 ટકાના હિસાબે ગણવામાં આવે છે.
સાદી ગણતરીથી સમજો
- HRA = રૂપિયા 56900 x 27/100 = રૂપિયા 15363 પ્રતિ માસ
- 30 ટકા HRA = રૂપિયા 56,900 x 30/100 = રૂપિયા 17,070 પ્રતિ માસ
- HRA માં કુલ તફાવત : દર મહિને રૂપિયા 1707
- વાર્ષિક એચઆરએમાં વધારો - રૂપિયા 20,484
અત્યાર સુધી કેટલું મળતું હતું HRA - જ્યારે 7મું પગાર પંચ અમલમાં આવ્યું, ત્યારે HRA 30, 20 અને 10 ટકાની રેન્જથી ઘટાડીને 24, 18 અને 9 ટકા કરવામાં આવ્યું હતું. આ સાથે 3 કેટેગરી X, Y અને Z બનાવવામાં આવી હતી. આ દરમિયાન DA ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યું હતું.
આવા સમયે જ ડીઓપીટીના નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જ્યારે DA 25 ટકાના આંકને વટાવે છે, ત્યારે HRA પોતે સુધારીને 27 ટકા કરવામાં આવશે અને જ્યારે DA 50 ટકાને વટાવી જશે, ત્યારે HRAને પણ સુધારીને 30 ટકા કરવામાં આવશે.
HRA માં X,Y અને Z કેટેગરી શું છે? - 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો X કેટેગરીમાં આવે છે. આ શહેરોમાં તૈનાત કેન્દ્રીય કર્મચારીઓને 27 ટકા HRA મળશે. જ્યારે Y કેટેગરીના શહેરોમાં તે 18 ટકા અને Z કેટેગરીમાં 9 ટકા રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
