7th Pay Commission : સરકારી કર્મચારીમાં આનંદો! રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો
7th Pay Commission : થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. જે બાદ હિમાચર પ્રદેશની રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 3 ટકા મોંઘવારી ભથ્થામાં વધારવાની જાહેરાત કરી હતી.
હિમાચલ પ્રદેશની મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ શનિવારના રોજ 76મા હિમાચલ દિવસના પ્રસંગે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ખાસ ભેટ આપી છે.

મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારાને કારણે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા થયું છે, જેનાથી લગભગ 2.15 લાખ કર્મચારીઓ અને 1.90 લાખ પેન્શનર્સને ફાયદો થયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર લગભગ 500 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
મહિલાઓને મળશે માસિક ભથ્થું
મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ પણ, હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ગત વર્ષની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઢંઢેરામાં આપેલું વચન પણ પૂરું કર્યું હતું, જેમાં સ્પીતિની 18 વર્ષથી વધુ ઉંમરની તમામ 9,000 મહિલાઓને માસિક 1,500 રૂપિયાનું ભથ્થું આપવાની પણ જાહેરાત કરી છે. જે જૂન 2023 થી શરૂ થશે.
મુખ્યમંત્રીએ કરી અન્ય જાહેરાત
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ સરકારે કાઝામાં 50 બેડના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને એક કોલેજની પણ જાહેરાત કરી છે. આવા સમયે હિમાચલની રાજ્ય સરકાર સંરક્ષણ મંત્રાલય પાસે સ્પીતિ ઘાટીમાં રંગરિક ખાતે એરસ્ટ્રીપ વિકસાવવાની માંગ કરશે. આ સાથે વેધશાળાની પણ સ્થાપના કરવામાં આવશે. કાઝા પાસે રાજીવ ગાંધી ડે-બોર્ડિંગ સ્કૂલ સ્થાપવા માટે જમીનની પણ ઓળખ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પણ વધાર્યું હતું મોંઘવારી ભથ્થું
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશ સરકાર તરફથી આ વધારો કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો તરફથી મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકોને 42 ટકા મોંઘવારી ભથ્થું આપી રહી છે. તાજેતરમાં જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
