7th Pay Commission : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, વધશે મોંઘવારી ભથ્થું
7th Pay Commission : જો તમે સરકારી કર્મચારી હોય તો આ અહેવાલ તમને ખુશખુશાલ કરી દેશે. ગત દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત અલગ-અલગ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી રહી છે.
તાજેતરમાં ઝારખંડના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે. કેન્દ્રના પગલે ચાલીને રાજ્યમાં પણ ડીએમાં વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને કેન્દ્રમાં ટ્રાન્સફર કરવા માટે નાણાં વિભાગ દ્વારા પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.

ડીએ 42 ટકા રહેવાની ધારણા
આ અંગેનો નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાનો છે. જો સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા સંમત થાય છે, તો તે વધીને 42 ટકા થવાની આશા છે. અત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 38 ટકા ડીએ મળી રહ્યું છે, જેમાં 4 ટકાનો વધારો થવાની ધારણા છે. સરકાર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ડીએમાં વધારો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે.
સરકાર પર પડશે 45 કરોડનો વધારાનો બોજ
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી 19,3000 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો થશે. ડીએમાં વધારાથી રાજ્ય સરકાર પર આશરે રૂપિયા 45 કરોડનો વધારાનો બોજ પડશે.
ડીએમાં વધારાને કારણે રાજ્ય સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓને 500 થી 9000 રૂપિયા સુધીનો ફાયદો થશે. પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સના ડીએમાં પણ વધારો કરવામાં આવશે.
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં થયો વધારો
હાલમાં જ મોદી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને સીધો ફાયદો થશે. આ પછી કર્મચારીઓનું ડીએ 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
