7th Pay Commission : મોંઘવારી ભથ્થાનો બદલાયો નિયમ, કર્મચારીઓને થશે લાભ કે નુકસાન? જાણો
7th Pay Commission : જો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સરકારી કર્મચારી છો, તો આ અહેવાલ તમારા માટે ખાસ છે. કેન્દ્ર સરકાર તરફથી 1 જાન્યુઆરીના રોજથી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચમાં કરી દેવામાં આવી છે.
જે બાદ મોદી સરકાર દ્વારા આગામી મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ કરવામાં આવશે. આ વચ્ચે સંભાવના છે કે, સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવશે.

4 ટકાના વધારાની શક્યતા
નિષ્ણાતોને આશા છે કે, સરકાર જાન્યુઆરીથી મે સુધીના AICPI ઇન્ડેક્સ ડેટાના આધારે DAની જાહેરાત કરશે. આ વખતે પણ સરકાર તરફથી DAમાં 4 ટકાનો વધારો થઈ શકે છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે સરકાર દ્વારા ડીએ વધારવા માટે નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી શકે છે.
7th Pay Commission હેઠળ જાન્યુઆરીમાં ડીએમાં વધારો થયા બાદ કર્મચારીઓનો ડીએ વધીને 42 ટકા થઈ ગયો છે.
મોંઘવારી ભથ્થાની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર!
સૂત્રોનો દાવો છે કે, આ વખતે શ્રમ મંત્રાલયે મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર કર્યો છે. મંત્રાલયે 2016 માં મોંઘવારી ભથ્થાનું આધાર વર્ષ બદલ્યું અને વેતન દર ઈન્ડેક્સ (WRI-વેજ દર ઈન્ડેક્સ)ની નવી સીરિઝ બહાર પાડી છે.
શ્રમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આધાર વર્ષ 2016 = 100 સાથે WRIની નવી સીરિઝે આધાર વર્ષ 1963-65ની જૂની સીરિઝને બદલી નાખી છે.
કેવી રીતે કરશો ગણતરી
7th Pay Commission મોંઘવારી ભથ્થાની ગણતરી વર્તમાન દરને બેઇઝિક પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ટકાવારીનો વર્તમાન દર 12 ટકા છે, જો તમારો બેઇઝિક પગાર રૂપિયા 56,900 DA (56,900 x12)/100 છે.
મોંઘવારી ભથ્થાની ટકાવારી = છેલ્લા 12 મહિનાની CPI ની સરેરાશ જે પણ આવે છે, તેને 115.76 વડે ભાગવામાં આવે છે. જે સંખ્યા આવશે, તેને 100 વડે ગુણાકાર કરવામાં આવશે.
શું મોંઘવારી ભથ્થા પર ટેક્સ લાગશે?
મોંઘવારી ભથ્થું સંપૂર્ણપણે કરપાત્ર આવક છે. દેશમાં આવકવેરાના નિયમો હેઠળ, આવકવેરા રિટર્ન (ITR)માં મોંઘવારી ભથ્થા વિશે અલગથી માહિતી આપવી પડે છે.
શું છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને પગાર તરીકે મળતા નાણાંનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારીને કારણે વધતા ખર્ચની ભરપાઈ કરવાનો છે.
સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત (જાન્યુઆરી અને જુલાઈ) વધારો કરવાની જોગવાઈ છે. દેશભરમાં સરકારી કર્મચારીઓનો ડીએ સરખો નથી. તે નોકરીના સ્થાન, વિભાગ અને અન્ય બાબતોની વરિષ્ઠતાના આધારે બદલાઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
