આજના મુખ્ય સમાચારઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે માઠા સમાચાર, DRDOનો પ્રોજેક્ટ સમયથી પાછળ
7th pay commission : કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તાના એરિયર્સ આપવાની કોઈ યોજના નથી.
આજના મુખ્ય સમાચારઃ કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના 18 મહિનાથી રોકોયેલાનું મોઁઘવારી ભથ્થુ તેમને આપવામાં આવશે નહીં. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના લેખિત જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તા આપવાની કોઇ યોજના નથી.

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021 નારોજ જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થું બંધ કરવાનો નિર્ણય કોરોના રોગચાળાને કારણે આર્થિક વિક્ષેપને કારણે લેવામાં આવ્યો હતો, જેથી સરકાર પરનો નાણાકીય બોજ ઓછો કરી શકાય. આ દ્વારા સરકારે 34,402.32 કરોડ રૂપિયાની બચત કરી હતી.

સંરક્ષણ ઉત્પાદન વધારીને રૂપિયા 1.75 લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક
કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સરકારે આગામી નાણાકીય વર્ષ (2024-25) સુધીમાં સંરક્ષણ ઉત્પાદનવધારીને 1.75 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી લગભગ 35,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસનો લક્ષ્યાંકપણ સામેલ છે.
2021-22માં ખાનગી કંપનીઓ અને સરકારી સંરક્ષણ ઉત્પાદકોનું ઉત્પાદન રૂપિયા 86,078 કરોડે પહોંચ્યું છે.
વર્ષ 2020-21માં દેશમાં સંરક્ષણ ઉત્પાદન 88,631 કરોડ રૂપિયા હતું. આ અગાઉ 2019-20માં 63,722 કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદનહતું.
દેશમાં 2018-19માં 50,499 કરોડ રૂપિયા અને 2017-18માં 54,951 કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું હતું. આ સાથે તેમણે જણાવ્યુંકે, વર્ષ 2021-22માં 12,815 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.

સમય કરતાં પાછળ ચાલી રહ્યા છે DRDOના 23 પ્રોજેક્ટ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના 55 હાઇ પ્રાયોરિટી પ્રોજેક્ટમાંથી 23 સમયમર્યાદા પૂરી કરી શક્યા નથી.ઉચ્ચ-અગ્રતા ધરાવતા પ્રોજેક્ટ્સમાં એન્ટિ-એર ફિલ્ડ હથિયારો, સપાટીથી હવામાં મિસાઇલ, એન્ટિ-શિપ મિસાઇલ, લાંબા અંતરના રડાર,લડાઇ વાહનો, સબમરીન માટે લડાઇ સૂટ અને સબમરીન પેરિસ્કોપ્સનો સમાવેશ થાય છે.

જોર બાગની 123 વક્ફ મિલકતો પર કેન્દ્ર પાસે પહેલેથી જ સત્તા
ગયા મહિને કેન્દ્ર સરકારે દેશની રાજધાની દિલ્હીના પોશ વિસ્તાર જોર બાગમાં હજારો કરોડની કિંમતની લગભગ 10 એકર જમીન સહિતકુલ 123 મિલકતોમાંથી દિલ્હી વકફ બોર્ડને ખાલી કરી દીધું હતું.
આ સંદર્ભમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહપુરીએ સોમવારના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વાસ્તવમાં આ તમામ મિલકતો હંમેશા કેન્દ્રની માલિકીની હતી.
એક પ્રશ્નના લેખિતજવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આ મિલકતોને અન્ય હેતુઓ માટે ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ નથી.

બિહારમાં છે દેશમાં સૌથી ઓછો સાક્ષરતા દર
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બિહાર દેશમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવે છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનનોનંબર આવે છે. ગ્રામીણ ભારતમાં સાક્ષરતા દર 67.77 ટકા છે, જે શહેરી વિસ્તારોમાં 84.11 ટકા છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણાદેવીએ લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
