7th Pay Commission : સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, ફરીથી મોંઘવારી ભથ્થામાં થશે વધારો
7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. માર્ચમાં DA વધારો અને મોંઘવારી રાહતમાં 4 ટકાના વધારા બાદ ફરી એકવાર તેમને મોટી ભેટ મળવા જઈ રહી છે.
જુલાઇમાં ફરીથી DA વધારો અને મોંઘવારી રાહતમાં વધારો થવાની શક્યતા છે. પહેલી જાન્યુઆરીમાં અને બીજી જુલાઈમાં એમ ડીએ અને ડીઆરની સમીક્ષા વર્ષમાં બે વાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ડીએ-ડીઆરમાં આગામી વધારો જુલાઈ મહિનામાં થવાની ધારણા રાખવામાં આવી રહી છે.

હાલમાં મોંઘવારી ભથ્થામાં વધારો કેટલો થશે, તે અંગે સ્પષ્ટતા નથી. ડીએ અને ડીઆરમાં આ વધારો કેટલો હશે, તે ફુગાવાના આંકડા પર આધાર રાખે છે. ફુગાવાના પ્રમાણમાં કેન્દ્રીય કર્મચારીઓને મળતા ભથ્થામાં વધારો થવાનો છે.
અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર જુલાઈમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળી શકે છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વર્તમાન 42 ટકાથી વધીને સીધા 46 ટકા થઈ જશે.
એવી અટકળો છે કે, કેન્દ્ર સરકાર ડીએ અને ડીઆરમાં ચાર ટકાના વધારાનો ટ્રેન્ડ ચાલુ રાખી શકે છે. કેન્દ્ર સરકાર છેલ્લા બે વખતથી સતત મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી રહી છે. પ્રથમ વખત, જુલાઈ 2022 DA 4 ટકા વધારીને 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યો હતો.
જે બાદ 24 માર્ચ, 2023ના રોજ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી DA 38 થી 42 ટકા થઈ ગયો. હવે લોકોની નજર આગામી મોંઘવારી ભથ્થા પર ટકેલી છે, જે જુલાઈ 2023માં જાહેર થનાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
