ભારતમાં રેન્ટ એગ્રીમેન્ટ સાઇન કરતા પહેલા આ 6 વાતોનું ધ્યાન રાખો
ભૂતકાળમાં ભાડા કરાર એટલે કે રેન્ટ એગ્રીમેન્ટમાં જોવા મળતી અનેક ગૂંચવણો અને સંદિગ્ધતાને કારણે ભાડુઆત અને મકાનમાલિકના સંબંધોમાં હંમેશા કડવાશ રહેતી હતી. આ સંબંધો સારા રહે એ માટે જરૂરી છે કે ભાડુઆત અને મકાનમાલિક ભાડા કરાર સાઇન કરતા પહેલા કરારપત્રની સારી રીતે ચકાસણી કરી લે.
અમે અહીં ભાડુઆત દ્વારા ભાડા કરાર કે રેન્ટ એગ્રીમેન્ટ સાઇન કરતા પહેલા કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તે જણાવી રહ્યા છીએ. આ ચકાસણી દરમિયાન કોઇ બાબત આપને અનુકૂળ ના હોય તો આપ તેમાં ફેરફાર કરી શકો છે...

1. રેન્ટ એગ્રીમેન્ટમાં નોટિસ પીરિયડ
અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે કરારમાં નોટિસ પિરિયડનો ઉલ્લેખ ખાસ કર્યો હોવો જોઇએ. કેટલાક કિસ્સામાં નોટિસ પીરિયડ એક મહિનાનો હોય છે. કેટલાક કિસ્સામાં નોટિસ પીરિયડ બે મહિનાનો હોય છે. વળી જો આપ 11 મહિના જેવા ઓછા સમય માટે રહેવાના હોય ત્યારે નોટિસ પીરિયડ ત્રણ મહિનાનો હોય ચે પણ શક્ય છે.

2. ભાડું ક્યારે વધારવું?
કેટલીક વાર કરાર પત્રમાં ઉલ્લેખ ના હોય તો મકાન માલિક થોડા મહિનાઓમાં જ ભાડું વધારે છે. આ કારણે કરાર પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ જરૂરી છે કે ભાડું દર 11 મહિને વધારવામાં આવશે અથવા જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવશે ત્યારે વધારવામાં આવશે.

3. ડિપોઝિટ રકમ પરત આપવી
કરારમાં ડિપોઝિટ રકમ કેટલી હશે તેનો ખાસ ઉલ્લેખ કર્યો હોવો જોઇએ. આ ઉપરાંત ભાડુઆત મકાન ખાલી કરીને જાય ત્યારે તે પરત આપવી જોઇએ એમ પણ ઉલ્લેખ હોવો જરૂરી છે. કેટલાક કિસ્સામાં મકાન માલિક એક મહિના પછી ડિપોઝિટ પાછી આપે છે. ત્યાં સુધી તે મકાનની સ્થિત ચેક કરે છે. સામાન્ય રીતે ડિપોઝિટ 10 મહિનાનું ભાડું હોય છે.

4. ભાડાની સ્પષ્ટ રકમ
ભાડા કરારમાં માસિક ભાડાની રકમ કેટલી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ થયો હોવો જરૂરી છે.

5. ફર્નિશિંગ્સ અને ફિટિંગ્સ
ભાડા કરારમાં ફર્નિશિંગ્સ અને ફિટિંગ્સનો ઉલ્લેખ કરેલો હોવો જોઇએ જેથી મકાન ખાલી કરતા સમયે ખોટો દાવો કરી શકાય નહીં.

6. કરાર ક્યાં સુધી માન્ય રહેશે તેનો ઉલ્લેખ
સામાન્ય રીતે ભાડા કરાર 11 મહિનાના હોય છે. ત્યાર બાદ તેને રિન્યુ કરી શકાય છે. જો કોઇ કરાર તેનાથી લાંબા સમય માટે હોય તો પણ કોઇ વાંધો આવતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
