ઇન્ફોસિસ Q2ના પરિણામોની 6 જાણવા યોગ્ય બાબતો
ઇન્ફોસિસના નવા સીઇઓ વિશાલ સિક્કા માટે પ્રથમ ક્વાર્ટર સારું રહ્યું છે. વિશાલ સિક્કાએ થોડા સમય પહેલા જ તેમના પૂરોગામી એસ ડી શિબુલાલનું સ્થાન લીધું હતું. નોંધનીય છે કે ક્વાર્ટર 2ના પરિણામોએ માત્ર શેરબજારના રોકાણકારોને જ નહીં પરંતુ વિશ્લેશકોને પણ ખુશ કરી દીધા છે.
ઇન્ફોસિસના 30 જુન, 2014ના રોજ સમાપ્ત થતા ક્વાર્ટર 2ના પરિણામોથી વિશ્લેશકો શા માટે ખુશ છે અને તેની ખાસ બાબત શું રહી તે જાણવા માટે આગળ ક્લિક કરો...

આશ્ચર્યજનક પરિણામો
30 જૂન, 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 3096 કરોડ રૂપિયા હતો. વિશ્લેષકોએ આ નફો રૂપિયા 2800 કરોડ થશે એવી ધારણા વ્યક્ત કરી હતી. ખૂબ ઓછા વિશ્લેષકોએ કંપનીનો નફો રૂપિયા 3,000 કરોડને પાર પહોંચશે તેવું જણાવ્યું હતું.

આકર્ષક EBIT માર્જીન
છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ ઇન્ફોસીસનું EBIT માર્જીન 100 બેઝિસ પોઇન્ટ વધ્યું છે. ગયા ક્વાર્ટરમાં તે 25.1 પોઇન્ટ હતું. આ વખતે તે 26.1 થયું છે.

ડોલરની આવક વધી
કંપનીની ડોલર આવક પણ વધી છે. કંપનીએ 3.1 ટકાના વૃદ્ધિ સાથે કુલ $2201 મિલયન આવક મેળવી છે.

બોનસ શેર રેશિયો 1:1
ઇન્ફોસિસે 1:1ના રેશિયોથી બોનસ શેરની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રતિ શેર રૂપિયા 30નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

કેશ લિક્વિડિટી વધી
કંપનીની કેશ લિક્વિડિટીમાં પણ વધારો થયો છે. 30 જુન, 2014માં 4943 મિલિયન ડોલરની કેશ લિક્વિડિટીની તુલનામાં 30 સપ્ટેમ્બર, 2014માં કેશ લિક્વિડિટી 5,444 મિલિયન ડોલર હતી.

ઇન્ફોસિસના શેરના ભાવ વધ્યા
ઇન્ફોસિસના સારા પરિણામો તથા આકર્ષક બોનસ અને ડિવિડન્ડની જાહેરાત બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેરની કિંમતમાં 5.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
