4 કારણોથી FIIએ નવા વર્ષના પ્રથમ 10 દિવસમાં સ્ટોક માર્કેટમાંથી 1700 કરોડ પાછા ખેંચ્યા
મુંબઇ, 12 જાન્યુઆરી : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ - FII)એ નવા વર્ષના પ્રથમ 10 દિવસમાં એટલે કે જાન્યુઆરી 2015માં ભારતીય શેરબજારમાંથી 1700 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
એફઆઇઆઇ દ્વારા માર્કેટમાંથી 1700 કરોડનું જંગી મૂડી રોકાણ પાછું ખેંચવાના કારણો આ મુજબ છે.

1. ક્રૂડ ઓઇલની કિંમતમાં તીવ્ર ધટાડો થયા બાદ એફઆઇઆઇએ રોકાણ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે.
2. વૈશ્વિક વિકાસની ગતિ ધીમી પડી છે. જેના કારણે રોકાણની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
3. વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી જાન્યુઆરીથી નવમી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં 18,544 કરોડની ઇક્વિટીની ખરીદી કરી છે જ્યારે તેઓએ 20,216કરોડની કિંમતના શેર વેચી દીધા છે.
4. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો તરફથી મૂડીરોકાણ ડિસેમ્બર મહિનામાં 10 મહિનાની નીચી સપાટીએ રૂપિયા 2100 કરોડ રહ્યું છે.
નોંધનીય છે કે વિદેશી મૂડીરોકાણકારોને હવે એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો તરીકે પણ ગણવામાં આવે છે. ભારતમાં નવી રેગ્યુલેટરી વ્યવસ્થા હેઠળ ભારતમાં રોકાણ માટેની પ્રક્રિયા વધુ સરળ કરી દેવામાં આવી છે.
વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય ડેબ્ટ માર્કેટમાં પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે અને આ ગાળા દરમિયાન 2,620 કરોડનું રોકાણ કર્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ધટાડો થવાના પરિણામ સ્વરુપે એફઆઈઆઈ પ્રવાહમાં ધટાડો થયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આ સ્થિતિ આવનારા સમયમાં યથાવત રહી શકે છે.
વર્ષ 2014માં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા નેટ મૂડીરોકાણનો આંકડો ઇક્વિટીમાં 98,150 કરોડ હતો, જ્યારે ડેબ્ટ માર્કેટમાં 1.6 લાખ કરોડ રહ્યો હતો. માર્કેટ ડેટા દર્શાવે છે કે એફઆઈઆઈ દ્વારા 2013 દરમિયાન ઇક્વિટીમાં 1.13 લાખ કરોડ ઠાલવવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
