આ 4 કારણોથી લોન પૂરી થયા બાદ NOC મેળવવું જરૂરી
જો આપે આપની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન પૂરે પૂરી ચૂકવી દીધો હોય તો આપે એક કામ હજી પણ કરવાનું બાકી છે. આપ જ્યારે પણ કોઇ પણ લોન સંપૂર્ણપણે ચૂકવો ત્યારે એક ખાસ બાબત કરવાનું ચૂકવું જોઇએ નહીં કે આપે બેંક પાસેથી કે ધિરાણ આપનારી સંસ્થા પાસેથે એનઓસી મેળવી લેવાનું છે.
આ એનઓસી (NOC)માં એવું લખાણ હોવું જરૂરી છે કે આપે આપની લોન સંપૂર્ણ રીતે ભરપાઇ કરી લીધી છે. હવે આપના લોન એકાઉન્ટમાં કોઇ બાકી લેણા રહેતા નથી.
આપે NOC સર્ટિફિકેટ શા માટે લેવું જોઇએ તે માટેના ચાર મહત્વનાં કારણો અહીં આપ્યા છે...

1 બેંકોની કામગીરી અનિશ્ચિત છે
કેટલીક વાર બેંકો થોડી અનિર્ણયિત હોય છે. જેના કારણે બેંકોના પગલાંનો ક્યાસ લગાવવો અઘરો બને છે. જેના કારણે ક્યારેક એવું બને છે કે કોઇ વ્યક્તિને બેંક લોનની ભરપાઇ કર્યા બાદ પણ પત્ર મળે છે કે આપની લોન ભરપાઇ કરો. આવું લોન ભરપાઇ થઇ ગયાના વર્ષો બાદ પણ બની શકે છે. આ કારણે બેંક પાસેથી NOC લીધેલું સારું.

2. સિબિલ રિપોર્ટ
કેટલીકવાર અજાણતાથી કે ખોટી રીતે સિબિલ રિપોર્ટ ફાઇલ થાય છે. જેના કારણે લોન સંબંધિત આપના સિબિલ રેટિંગ્સ પર અસર પડે છે. આવા સમયે બેંક લોન પૂરી થયે આપે એનઓસી લીધું હોય તે તે મદદે આવી શકે છે.

3. કાયદેસરની પ્રક્રિયા
કેટલાક કેસમાં ગ્રાહકો લોન ભરપાઇ થઇ ગયા બાદ પણ કાયદેસરની કાર્યવાહીનો ભોગ બને છે. આવા સમયે એનઓસી લીધું હોય તો આપને મદદ મળી રહે છે.

4. સરનામુ બદલાવાની જાણ
આપણે હંમેશા બેંકને દોષ આપી શકીએ નહી. ઘણીવાર ગ્રાહકો પોતાનું ઘર બદલે ત્યારે એડ્રેસ બદલાયું હોવાની જાણ બેંકને કરાતી નહીં હોવાથી પણ ક્યારેક ભૂલથી આવી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
