20 Lakh Crore Package: સંરચનાત્મક સુધારા પર આધારિત આજના રાહત પેકેજના મહત્વના મુદ્દા
નાણામંત્રી દ્વારા વિવરણ કરાયેલ રાહતોના મુખ્ય બાબતો વિશે જાણો અહીં..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે કોરોના મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનુ એલાન કર્યુ. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત ચોથા દિવસે પ્રેસ કૉન્ફરન્સ કરી. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે આપણે આકરી પ્રતિસ્પર્ધા માટે તૈયાર રહેવુ જોઈએ. જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો આપણે આની અંદર નથી જોઈ રહ્યા, આ અલગાવવાદી નીતિ નથી, આનાથી ભારત પોતાની તાકાત પર ભરોસો કરવાનો છે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાનુ છે. નાણામંત્રી દ્વારા વિવરણ કરાયેલ રાહતોની મુખ્ય બાબતો વિશે જાણો અહીં..

- આજનુ પેકેજ સંરચનાત્મક સુધારા પર આધારિત રહ્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડીબીટી, જીએસટી, આઈબીસી, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, પબ્લિક સેક્ટર બેંકોના સુધાર, ડાયરેક્ટ ટેક્સમાં સુધારો, પાવર સેક્ટરમાં સુધારો, સિંચાઈ, કોલ સેક્ટર જેવી ઉપલબ્ધિઓની યાદ અપાવી.
- નાણામંત્રીએ કહ્યુ કે આજે ઘોષિત થનાર સંરચનાત્મક સુધારાથી એ ક્ષેત્રો પર પ્રભાવ પડશે જે વિકાસના નવા ક્ષિતિજ છે, નવા રોકાણને પ્રોત્સાહન આપે છે, ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રોજગારનુ સર્જન કરે છે.
- નાણામંત્રીએ કહ્યુ કે આત્મનિર્ભરતાનો અર્થ એવો નથી કે આપણે વિશ્વથી અલગ થઈ જઈએ.
- કોલસા, ખનિજ અને રક્ષા ઉત્પાદન સહિત 8 સેક્ટર પર ધ્યાન આપવામાં આવશે.
- કોલ સેક્ટરમાં પ્રોત્સાહન માટે રૂપિયા 50 હજાર કરોડનુ પ્રોત્સાહન.
- કોલસા સેક્ટરમાં સરકાર સ્પર્ધાત્મકતા, પારદર્શિતા લાવવામાં આવશે. આ સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ સુનિશ્ચિત કરવામાં આવશે. રેવન્યુ શેરિંગ મિકેનિઝન રજૂ કરવામાં આવશે. કોલસાના બ્લોકમાં ખાનગી સેક્ટર સંશોધન માટે બિડમાં ભાગ લઈ શકાશે. જેટલા પ્રમાણમાં કોલસાની જરૂર હોય એટલા જ આયાત કરવામાં આવશે.
- મિનરલ ઈન્ડેક્સ બનાવવામાં આવશે અને ટેક્સ સિસ્ટમ પણ સરળ કરવામાં આવશે.
- કોલ ઈન્ડિયા લિમિટેડની ખાણો પણ પ્રાઈવેટ સેક્ટરને આપવામાં આવશે. 500 માઈનિંગ બ્લોકની હરાજી કરવામાં આવશે. માઈનિંગ લીઝની ટ્રાન્સફર પણ કરી શકાશે.
- હવે કોલસા સેક્ટરમાં કૉમર્શિયલ માઈનિંગ આપવામાં આવશે. કોલસા સેક્ટરમાટે 50 હજાર કરોડ રૂપિયાનુ ફંડ, 50 નવા બ્લૉક તત્કાલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેંક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીે જીઆઈએસ મેપિંગ દ્વારા 5 લાખ હેક્ટર જમીન ભવિષ્યના ઉપયોગ માટે બધી ઈન્ડસ્ટ્રીયલ પાર્કની રેંકિંગ થશે.
- ઑર્ડિનન્સ ફેક્ટરીનુ કૉર્પોરેટાઈઝેશન થશે. પ્રાઈવેટાઈઝેશન નહિ થાય.
- રક્ષા ઉત્પાદનમાં એફડીઆઈની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી છે.
- બીજા 6 એરપોર્ટની હરાજી થશે. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા આ કામ કરશે.
- ઑર્ડિનન્સ ફેક્ટરીને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે.
- કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી કંપનીઓના ખાનગીકરણ થશે, આનાથી વિદ્યુત ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
- ગ્રાહકોને સુવિધા માટે પ્રીપેડ વિજળીના મીટર લગાવવામાં આવશે.
- સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 8100 કરોડ રૂપિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. વિજળી સેક્ટરમાં સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવશે.
- અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રાઈવેટ કંપનીઓને મોકો આપવામાં આવશે, ઈસરોની સુવિધાઓનો ઉપયોગ પણ ખાનગી કંપનીઓ કરી શકશે. રિસર્ચ રિએક્ટર પીપીપી મૉડલમાં સ્થાપિત કરવામાં આવશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
