સૂતી વખતે યુવતીના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શતુ હતુ ભૂત! cctvએ કર્યો બાબરા ભૂતનો પર્દાફાશ
સિંગાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાને એવુ લાગતુ હતુ કે રાત્રે કોઈ ભૂત તેની છેડતી કરી રહ્યુ છે. જાણો શું હતી હકીકત.
નવી દિલ્લીઃ સામાન્ય જીવનમાં તમે ઘણી વાર વાંચ્યુ હશે કે, ઘણા લોકો ભૂત-પ્રેતની ચુંગાલમાં ફસાઈ જાય છે. જો કે નિષ્ણાતો આને પેરાનોર્મલ એક્ટિવિટીનુ નામ આપે છે. સિંગાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાને એવુ લાગતુ હતુ કે રાત્રે કોઈ ભૂત તેની છેડતી કરી રહ્યુ છે. જે બાદ પોલીસે આ કેસમાં ભૂતનો પર્દાફાશ કર્યો હતો.

સૂતી વખતે ન્યૂડ યુવતીને કરતો હતો ટચ
સિંગાપોરના હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ હેઠળના એક સાર્વજનિક આવાસમાં રહેતી ઈશે નામની યુવતીને એવુ લાગ્યુ કે રાત્રે કોઈ આત્મા દ્વારા તેનુ શારીરિક શોષણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે મહિલા સૂઈ ગઈ ત્યારે તેને લાગ્યુ કે કોઈ તેના સ્તનને સ્પર્શ કરી રહ્યુ છે. કોઈ તેને ચુંબન કરી રહ્યુ છે, તેને લાગ્યુ કે કોઈ તેના શરીરના જુદા જુદા ભાગો પર તેના હાથ ફેરવી રહ્યુ છે.

યુવતીને રુમમાં દેખાયો કાળો પડછાયો
જ્યારે મહિલા જાગી ત્યારે તેણે પોતાના રૂમમાં કાળો પડછાયો જોયો. મહિલા માનવા લાગી કે તેના રૂમમાં ભૂત આવે છે અને રાત્રે તેનુ યૌન શોષણ કરે છે. જ્યારે દિવસ દરમિયાન તેની સાથે કોઇપણ પ્રકારની હિલચાલ થતી નથી. શિન મીન ડેઇલી ન્યૂઝે અહેવાલ આપ્યો કે 29 ઓગસ્ટના રોજ 30 વર્ષીય મહિલાએ કોર્ટમાં પોતાનો કરુણ અનુભવ શેર કર્યો.

રાતે અનુભવ્યુ કે કોઈ તેને કિસ કરી રહ્યુ છે
પોતાની જુબાનીમાં મહિલાએ કહ્યુ કે, 'તેણે અને તેના બૉયફ્રેન્ડે ગયા વર્ષે મે મહિનામાં ભાડા પર ફ્લેટ લીધો હતો. જૂનમાં મકાનમાલિકે તેમના સ્વાગત માટે દારૂની પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. પાર્ટીમાં નશો કર્યા બાદ તે તેના રૂમમાં પાછી આવી હતી. સ્નાન કરીને તે સૂઈ ગઈ. રાત્રે મને લાગ્યુ કે કોઈ મને કિસ કરી રહ્યુ છે.'

બૉયફ્રેન્ડને મકાનમાલિક પર ગઈ શંકા પરંતુ...
મહિલાએ જણાવ્યુ કે શરૂઆતમાં મને લાગ્યુ કે મારો બૉયફ્રેન્ડ મને કિસ કરી રહ્યો છે પરંતુ જ્યારે મે ઉઠીને જોયુ તો મારો બૉયફ્રેન્ડ ત્યાં નહોતો. મે રૂમમાં ઘેરો પડછાયો જોયો. મારો બૉયફ્રેન્ડ ટકલુ છે જ્યારે ભૂતના માથા પર ઘણા વાળ હતા. મહિલાનો આરોપ છે કે આ આખો મામલો લગભગ 10 મિનિટ સુધી ચાલ્યો અને ત્યારબાદ તેનો પ્રેમી સ્નાન કરીને રૂમમાં પાછો ફર્યો. જ્યારે મહિલાએ તેને આ વિશે જણાવ્યુ તો તેણે કહ્યુ કે તે મકાનમાલિક હોઈ શકે છે. પરંતુ મહિલાએ માત્ર કાળો પડછાયો જ જોયો હતો તેથી તે મૂંઝવણમાં હતી.

બંનેએ નગ્ન થઈને સૂવાનુ બંધ કરી દીધુ
મહિલાએ કહ્યુ કે તેના બૉયફ્રેન્ડના કહેવા પ્રમાણે મકાનમાલિક અને તેની પત્ની અવારનવાર દેવતાઓની પ્રાર્થના કરવા થાઈલેન્ડ જાય છે. આ પછી ભૂતની વાતને ગંભીરતાથી ન લેતા તેમણે પોલીસને બોલાવી ન હતી. તેમણે પોતાના રૂમમાં કેમેરા લગાવવાનુ નક્કી કર્યુ. આ સાથે બંનેએ નગ્ન થઈને સૂવાનુ પણ બંધ કરી દીધું. મકાન માલિકે 14 ઓગસ્ટે ફરી દારૂની મહેફિલ રાખી.

સીસીટીવીએ ખોલ્યો રાઝ
નશો કર્યા બાદ મહિલા ફરી સુઈ ગઈ હતી. પછી લગભગ 12.56 રાત્રે બેડ પાસે એક કાળો પડછાયો બેઠેલો જોવા મળ્યો. તે પહેલા તેણે રૂમની લાઈટો બંધ કરી દીધી. પરંતુ કેમેરા નાઇટ વિઝનના હતા. જેથી તેણે સમગ્ર ઘટનાને કેદ કરી લીધી હતી. સીસીટીવીમાં મકાનમાલિક રૂમમાં પ્રવેશીને તેને સ્પર્શ કરતા જોઈ શકાય છે પરંતુ તે રાત્રે મહિલા સંપૂર્ણ રીતે ઉંઘી ન હતી અને તે જાગી ગઈ હતી.

મકાન માલિક પકડાઈ ગયો
અને મકાનમાલિક તો પકડાઈ ગયો પણ જતા પહેલા તેને કહ્યુ કે તારો પ્રેમી ન્હાઈ રહ્યો છે, તુ ઠીક છે ને? સીસીટીવી પરથી ખબર પડી કે તે ભૂત નહોતુ પરંતુ તેનો મકાનમાલિક તેને રાત્રે ખોટી જગ્યાએ સ્પર્શ કરતો હતો. જેને તે ભૂત માનતી હતી. આ માણસની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેના પર જાતીય હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
