બાપની ઉમરના પુરૂષ સાથે લગ્ન અને હવે 100 બાળકોની માતા બનવાની ઈચ્છા, અજીબ છે આ યુવતીની લવ સ્ટોરી
સામાન્ય રીતે લોકો લગ્ન કરીને નાનો પરિવાર બનાવવાની ઈચ્છા રાખે છે. જો કે આજે આપણે જે યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની ઈચ્છા થોડી અલગ છે.
જાણીને નવાઈ લાગશે કે યુવતીએ લગ્ન માટે તેના કરતા 32 વર્ષ મોટા પુરુષને પસંદ કર્યો છે અને જીવનમાં ઓછામાં ઓછા 100 બાળકોની માતા બનવા માંગે છે.

આ ઘટનામાં સૌથી ચૌકાવનારી બાબત એ છે કે અત્યાર સુધીમાં તે 22 બાળકોનો મોટો પરિવાર ચલાવી રહી છે. જો કે તેને ઘરના દરેક ખૂણામાં એક બાળક જોઈએ છે.
હવે લોકો બે બાળકો વિશે પણ માંડ વિચારે છે અને મોટાભાગના પરિવારોમાં એક જ બાળક જોવા મળે છે ત્યારે આ મહિલાની ઇચ્છા બધાને ચૌકાવી રહી છે.
ક્રિસ્ટીના ઓઝતુર્ક નામની આ મહિલા સોવિયેત રિપબ્લિક ઓફ જ્યોર્જિયાના બાટુમીમાં રહે છે. તેણીએ તેના કરતા 32 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા છે. ક્રિસ્ટીના પોતે 26 વર્ષની છે અને પતિ ગેલિપ 58 વર્ષનો છે. આ કપલે સોશિયલ મીડિયા પર એવું કહીને લોકોને ચોંકાવી દીધા હતા કે તે કુલ 105 બાળકોના માતા-પિતા બનવા માંગે છે.
હાલ આ દંપતીને કુલ 22 બાળકો છે અને તેમના ભવિષ્ય માટે મહેનત કરે છે. હાલમાં જ તેણીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ કે, મારા પતિ અને હું અમારા બાળકોને સ્વસ્થ, ખુશ અને પ્રમાણિક બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. અમારા બાળકો વિશ્વનું ભવિષ્ય આપણું સુખ છે. તે તેમના પરિવારને વધુ વિસ્તારવાનું પણ વિચારી રહ્યા છે.
ક્રિસ્ટીના કહે છે કે તે ગેલિપને મળી ત્યારે તેણે ઉંમર વિશે વિચાર્યું નહોતું. તે પહેલી નજરનો પ્રેમ હતો અને તે જીવનમાં એક માર્ગદર્શક અને સપનાનો રાજકુમાર છે. ગેલિપ કહે છે કે ક્રિસ્ટીનાના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. તે શરમાળ છે અને પત્ની તરીકે તે ખૂબ જ દયાળુ અને દિલની સારી છે. બંનેને ઘણાં બાળકો જોઈએ છે.
તમે વિચારતા હશો કે કેવી રીતે એક મહિલાએ 26 વર્ષની ઉંમરમાં 22 બાળકોને જન્મ આપ્યો તો ચાલો તમને જણાવી દઈએ કે ગેલિપ અને ક્રિસ્ટીનાને માત્ર એક જ જૈવિક બાળક છે. આ સિવાય તેણે સરોગસી દ્વારા તમામ બાળકોને જન્મ આપ્યો છે અને તેમની દરેક ખુશીનું ધ્યાન રાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
