સાપ સાથે કાતિલ બદલો, યુવકે બચકુ ભરી લેતા સાપનું મોત
સામાન્ય રીતે માણસોને સાપ કરડવાના ઘણા કિસ્સા રોજ પ્રકાશમાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે બિહારમાં આનાથી એક ઉલ્ટો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, બિહારના નવાદામાં એક યુવકે બચકુ ભરી લેતા સાપનું મોત થયુ છે. આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડી છે.

નવાદા જિલ્લાના રાજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપે એક વ્યક્તિને ડંખ માર્યો હતો. આનાથી ગુસ્સે થઈને યુવકે સાપને પકડી લીધો અને તેને એક નહીં પરંતુ ત્રણ વાર બચકા ભરી લીધા. આના કારણે સાપ ત્યાં જ મરી ગયો. બીજી તરફ સાપ કરડવાથી યુવકને કોઈ ઝેર નથી ચડ્યુ.
સ્થાનિકો અનુસાર, સંતોષ નામનો યુવક રાજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ વિસ્તારમાં રેલવે લાઈન નાખવાના કામ માટે ગયો હતો. તમામ કામદારો બેઝ કેમ્પમાં સૂતા હતા, મોડી રાત્રે અચાનક એક ઝેરી સાપે યુવકને ડંખ માર્યો. આનાથી તેને ગુસ્સો આવ્યો અને તેણે સાપને બચકા ભરી લીધા.
યુવકની ઓળખ ઝારખંડના લાતેહાર જિલ્લાના સંતોષ લોહાર તરીકે થઈ છે. રેલ્વે અધિકારીઓને આ મામલાની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સારવાર માટે સબ ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
યુવકની સારવાર કરનાર ડોક્ટર સતીશ ચંદ્રાએ જણાવ્યું કે, યુવકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે ખતરાથી બહાર છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
