AI ની મદદથી મહિલાએ તેના બોયફ્રેન્ડને રંગે હાથ ઝડપી લીધો, જુઓ વીડિયો
હવે જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI નો છે. ઝડપથી વધી રહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે વસ્તુઓ ઘણી ઝડપથી બદલાઈ રહી છે. એક મહિલાએ આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો એવો ઉપયોગ કર્યો કે હવે તે ચર્ચાએ ચડી છે.
અહેવાલો અનુસાર, બ્રિટનની એક મહિલાને તેના બોયફ્રેન્ડ પર શંકા હતી. તેને લાગતુ હતું કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે ચિટિંગ કરી રહ્યો છે. આ સ્થિતીમાં તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એવુ કર્યુ કે તેની ચર્ચા થઈ રહી છે.

આ મહિલાએ તેના બોયફ્રેન્ડના કાંડને ખુલ્લા પાડવા માટે અને રંગે હાથે પકડવા માટે AI ટૂલની મદદ લીધી. મહિલાએ તેના બોયફ્રેન્ડના અવાજની નકલ કરી અને પછી તેના બોયફ્રેન્ડની ફ્રેન્ડને ફોન કર્યો. આ કોલ દરમિયાન બોયફ્રેન્ડની ફ્રેન્ડે કબૂલાત કરી કે બન્નેએ આગલી રાત્રે એકબીજાને કિસ કરી હતી.
આ મહિલા આટલે જ ન રોકાઈ, તેને બોયફ્રેન્ડને પકડ્યા બાદ એક વીડિયો બનાવ્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં મહિલા જણાવે છે કે તે તેના બોયફ્રેન્ડના અવાજને ક્લોન કરવા જઈ રહી છે. આ પછી તે તેની ફ્રેન્ડને ફોન કરશે. આનાથી તેને ખબર પડશે કે ગઈ રાતની ઘટનામાં શું થયું હતું.
આ મહિલા તેના બોયફ્રેન્ડના અવાજની નકલ કરીને તેના બોયફ્રેન્ડની ફ્રેન્ડને ફોન કરી રહી છે. મહિલા કહે છે કે તેનો બોયફ્રેન્ડ વિચિત્ર વર્તન કરી રહ્યો છે. તેને ફોનમાં પૂછ્યું કે ગઈકાલે રાત્રે શું થયું. મને ખૂબ જ વિચિત્ર લાગણી થઈ રહી છે. કશું યાદ નથી આવતું. તો બોયફ્રેન્ડની ફ્રેન્ડે કહ્યું કે, તેણે એક છોકરીને કિસ કરી હતી. આ સાંભળીને મહિલા ચોંકી જાય છે.
જણાવી દઈએ કે, આ એક પ્રેંક છે. આ પછી મહિલા આ પ્લાનનો ઉપયોગ પોતાની ટેકનિક સમજાવવા માટે કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે તેનો હેતુ તેની ટેકનિક વિશે જણાવવાનો હતો. તે અન્ય મહિલાઓને કહેવા માંગે છે કે જો પાર્ટનર છેતરપિંડી કરતો હોય તો તેનો આરામથી ઉપયોગ કરી શકાય.
આ મહિલાએ ElevenLabsનો ઉપયોગ કરીને તેના બોયફ્રેન્ડનો અવાજ રેકોર્ડ કર્યો. એવું લાગતું હતું કે તેનો બોયફ્રેન્ડ જ વાત કરી રહ્યો હોય. આ કામ માટે મહિલાને માત્ર 4 ડોલરનો ખર્ચ થયો. મહિલાએ જણાવ્યું કે, તે અને તેનો બોયફ્રેન્ડ વાસ્તવમાં સાથે ખૂબ જ ખુશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
