Video : અમેરિકામાં મહિલાએ ભરતનાટ્યમની શાનદાર ઝલક દેખાડી, વીડિયો વાયરલ

હવે દુનિયાના કોઈપણ ખુણે બનેલી ઘટના ઈન્ટરનેટર પર આવતાની સાથે જ મીનિટોમાં વાયરલ થઈ જાય છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ભરતનાટ્યમથી ભારતના લોકોને ગર્વ કરાવી રહી છે.

ઈન્ટરનેટ પર ડાન્સ વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે હાલમાં જ એક મહિલા આઇકોનિક વોશિંગ્ટન મોન્યુમેન્ટ બહાર ભરતનાટ્યમ કરતી જોવા મળી છે. તેના અદ્ભુત ડાન્સ મૂવ્સે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

Bharatanatyam

આ વીડિયો ભરતનાટ્યમ કલાકાર સ્વાતિ જયશંકર નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્લિપની શરૂઆતમાં જયશંકર કુર્તામાં જોવા મળે છે અને વિડિયો આગળ વધે છે તેમ મહિલા વોશિંગ્ટન મોન્યુમેન્ટ સામે એક ગીતની ધૂન પર ભરતનાટ્યમ કરતી જોઈ શકાય છે. આ વિડીયોમાં કેટલાક લોકો તેને ચીયર કરતા પણ સાંભળી શકાય છે.

પોસ્ટના કેપ્શનમાં જયશંકરે લખ્યું કે, ડીસીની મારી સફર દરમિયાન આ ગ્રુપર માટે એક ઝડપી કોરિયોગ્રાફી કરી! સૌથી પ્યારી ભીડને સલામ.

આ ક્લિપ 9 જૂનના રોજ શેર કરવામાં આવી છે અને શેર કરવામાં આવ્યા બાદથી તેને લગભગ આઠ લાખથી વધુ લોકોએ જોઈ છે. આ મહિલાના કમાલના ડાન્સ પર ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યુ કે, ખૂબસૂરત બેકગ્રાઉન્ડ સાથે અદ્ભુત ડાન્સ. દર્શકોમાં પણ જબરદસ્ત ઉત્સાહ. અન્ય એક વ્યક્તિએ લખ્યુ કે, ખૂબસૂરતીથી કર્યુ અને તે તાળીઓએ મારું દિલ જીતી લીધું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X