પેટ્રોલ પંપે આપી બિકિની પહેરી આવવા પર ફ્રી પેટ્રોલની ઑફર, છોકરા પણ ટૂ-પીસમાં પહોંચી ગયા
પેટ્રોલ પંપે આપી બિકિની પહેરી આવવા પર ફ્રી પેટ્રોલની ઑફર, છોકરા પણ ટૂ-પીસમાં પહોંચી ગયા
નવી દિલ્હીઃ ખાલી વિચારી જુઓ ક્યાંક પેટ્રોલ ભરાવવા માટે તમે ઉભા રહો અને ત્યાં કેટલાક ગ્રાહકો બિકિનીમાં જોવા મળે, તે પણ પુરુષ. ભારતમાં તો આવું જોવા મળે તે અશક્ય છે પરંતુ અહીંથી હજારો કિલોમીટર દૂર સ્થિત રશિયામાં પાછલા કેટલાક દિવસોથી આવો નજારો જોવા મળી રહ્યો હતો. રશિયાના સમારામાં એક પેટ્રોલ પંપ પર લોકોએ જે કંઈ જોયું તે ખરેખર ચોંકાવનારું હતું. અહીં પુરુષો પણ બિકિની અને હાઈ હીલ્સમાં જોવા મળી રહ્યા હતા. જ્યારે સમગ્ર તપાસ કરવામાં આવી હતી તો માલુમ પડ્યું કે સમગ્ર મામલો પેટ્રોલ પંપ તરફથી આપવામાં આવેલ ઑફરનો હતો.

સૌકોઈ દંગ રહી ગયા
સમારાના ઓલ્વી ગેસ સ્ટેશન પર પાછલા દિવસોમાં જે કોઈપણ પેટ્રોલ ભરાવવા જઈ રહ્યું હતું, તેમની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જતી હતી. આ પેટ્રોલ પંપ તરફથી એક ઑફર આપવામાં આવી હતી કે, જે કોઈપણ બિકિનીમાં આવશે તેને મફતમાં પેટ્રોલ મળશે. બસ ઑફર લૉન્ચ થવાની હતી જ કે પુરુષો પણ બિકિની અને હાઈ હીલ્સમાં પેટ્રોલ પંપે પહોંચવા લાગ્યા. પહેલા તો ખુદ પેટ્રોલ પંપના માલિકને આ વાતનો વિશ્વાસ ન થયો કે તેઓ જે જોઈ રહ્યા છે તે હકીકત છે પરંતુ જ્યારે આ પહેરવેશ સાથી અજીબ દેખાતા પુરુષોની ભીડ વધવા લાગી તો તેમના માથાનો દુખાવો પણ વધી ગયો.

ત્રણ કલાક સુધી ભીડ લાગી રહી
જે વ્યક્તિએ પણ આ આઈડિયા કાઢ્યો હશે તેને કદાચ આ વાતનો અંદાજો પણ નહિ રહ્યો હોય કે ફ્રી ફ્યૂલના ચક્કરમાં પુરુષો પણ બિકિની પહેરીને આવવા લાગશે. ઑફરનો સૌથી વધુ પાયદો પુરુષોએ જ ઉઠાવવાની કોશઇશ કરી. કેટલાક પુરુષોએ તો બ્રેસ્ટ એનહેન્સમેન્ટ સુધી કરાવી લીધા હતા અને મેચિંગ હીલ્સ બિકિની સાથે પહેર્યાં હતાં. ઑફર માત્ર ત્રણ કલાક સુધી જ રહી પરંતુ તેના કારણે ગેસ સ્ટેશનની ભારે પબ્લિસિટી થઈ.

સોશિયલ મીડિયા પર વાયરલ
આ પબ્લિસિટી સ્ટંટ ઈન્ટરનેટ પર પણ વાયરલ થયો અને લોકો 'ઓનલી ઈન રશિયા'ની સાથે તેના પર ચર્ચા કરી રહ્યા હતા. કેટલાક લોકોએ શરૂઆતમાં આ ઑફર માટે ગેસ સ્ટેશનની આલોચના પણ કરી. સમારાના ઓલ્વી પેટ્રોલ પંપ તરફથી જે ઑફર લૉન્ચ કરવામાં આવી તે બાદ અહીંની સ્થિતિ બહુ હસવા લાયક હતી. એટલું જ નહિ પુરુષ પણ ખુદને રોકી નહોતા શક્યા. સમારા, રશિયાના દક્ષિણ-પશ્ચિમી ભાગમાં આવેલું શહેર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
