આ છે દુનિયાનું સૌથી મોંઘુ લાકડું, સુરક્ષા માટે રાખવામાં આવે છે હથિયારબંધ સૈનિકો, કિંમત જાણીને હોશ ઉડી જશે
સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે ચંદનનું લાકડુ દુુનિયામાં સૌથી મોંધુ લાકડુ છે. જો કે આ માન્યતા ખોટી છે. આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા લાકડા વિશે જણાવવાના છીએ. જો આ લાકડુ કેટલાક કિલો હાથ લાગી જાય તો તમે લખપતિ બની જશો.
ચંદનનું લાકડું સૌથી મોંઘુ લાકડુ નથી, પરંતુ એક એવું લાકડું એવુ છે જેની કિંમત ચંદન કરતા સો ગણી વધારે છે. આ લાકડું આફ્રિકન બ્લેકવુડ છે. ચંદનની કિંમત 7 થી 8 હજાર રૂપિયા પ્રતિ કિલો આસપાસ હોય છે ત્યારે આફ્રિકન બ્લેકવુડની કિંમત 7-8 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

આ લાકડુ દુનિયાની કેટલીક સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંથી એક છે. આ લાકડુ એટલુ મુલ્યવાન છે કે કેટલાક કિલો બ્લેકવુડના રૂપિયામાંથી તમે તમારી મનગમતી કાર પણ ખરીદી શકો છો.
આફ્રિકન બ્લેકવુડ 26 દેશોમાં જોવા મળે છે અને તે મુખ્યત્વે આફ્રિકન ખંડના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ઉગે છે. આ વૃક્ષની સરેરાશ લંબાઈ 25 થી 40 ફૂટ હોય છે અને તેના સંપૂર્ણ વિકાસમાં 60 વર્ષનો સમય લાગે છે. હવે આ વૃક્ષની સંખ્યા ઘટી રહી છે અને તેની કિંમત સતત વધી રહી છે.
આફ્રિકન બ્લેકવુડમાંથી વાંસળી અને અન્ય સંગીતનાં સાધનો બનાવવામાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે પણ થાય છે. તેનું ફર્નિચર મોંઘું છે અને અમીર લોકો તેનો ઉપયોગ ઘરની સજાવટ માટે કરે છે.
મોંઘી કિંમત હોવાને કારણે આ લાકડાની દાણચોરી સતત વધી રહી છે અને માંગ પણ વધી રહી છે. તેની સંખ્યા ઘટવાની સાથે દાણચોરી વધતા કેટલાક દેશોમાં આ વૃક્ષોના રક્ષણ માટે જંગલોમાં સશસ્ત્ર સૈનિકો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
