આ છે દુનિયાનું સૌથી મોંઘુ મીઠું, કિંમત સાંભળીને વિચારતા રહી જશો
ભારતમાં ક્યારેક મીઠા પર ટેક્સ હટાવવા માટે ગાંધીજીએ મોટી લડત ચલાવી હતી. એ જ કારણ છે કે આજે મીઠુ સસ્તા ભાવે મળી જાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં મળતુ સૌથી મોંઘુ મીઠુ અધધ 40 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાય છે.
સામાન્ય રીતે લોકો વિચારે છે હિમાલયન ગુલાબી મીઠું વિશ્વનું સૌથી મોંઘુ મીઠું છે. જો તમે પણ આવુ વિચારી રહ્યા છો તો બિલકુલ ખોટું છે. આજે અમે જે મીઠા વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે.

Amethyst Bamboo નામનું આ મીઠું વિશ્વનું સૌથી મોંઘું મીઠું માનવામાં આવે છે. આ મીઠું કોરિયામાં બને છે. આ મીઠું વાંસના સિલિન્ડરમાં ભરીને બનાવવામાં આવે છે. કોરિયન એમિથિસ્ટ બેમ્બૂ સોલ્ટના 250 ગ્રામ પેકેટની કિંમત 8 હજાર રૂપિયાથી વધુ છે. 1 કિલોના પેકેટની કિંમત 40 હજાર રૂપિયાથી વધુ છે. આ મીઠું બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે. તેથી જ આ મીઠાની કિંમત આટલી વધારે છે.
કોરિયામાં વર્ષોથી આ મીઠું ખાવામાં આવે છે. રોસ્ટેડ બામ્બુ મીઠાની શોધ 20મી સદીમાં થઈ અને દુનિયાભરમાં જાણીતું બન્યુ. આ મીઠું તૈયાર કરવા માટે લાંબી પ્રક્રિયા છે.
આ મીઠાને બનાવવા માટે મીઠાને વાંસના કન્ટેનરમાં ઘણા દિવસો સુધી સંગ્રહિત કરવામાં આવે છે અને આખા કન્ટેનર પર કાદવનું આવરણ લગાવવામાં આવે છે. આ પછી ભઠ્ઠીમાં મીઠું 9 થી 10 વખત પકાવવામાં આવે છે. પ્રક્રિયા કરવામાં 50 દિવસો લાગે છે.
આ સમગ્ર પ્રક્રિયા હાથ દ્વારા કરવામાં આવે છે. તેથી જ મીઠાની કિંમત આટલી વધી જાય છે. મીઠું ઘણી વખત રાંધવાથી અશુદ્ધિઓ ઘણી હદ સુધી ઓછી થાય છે. આ કારણે તેને વિશ્વનું સૌથી શુદ્ધ મીઠું પણ માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
