માત્ર પાર્ટી કરીને કરોડો રૂપિયા કમાય છે આ યુવતીઓ, જાણો શું હોય છે એટમોસ્ફિયર મોડલ?
સામાન્ય રીતે લોકો વિકેન્ડ કે રજાના દિવસોમાં પાર્ટી કરતા હોય છે. ઘણા લોકો પાર્ટી કરવા માટે જોબ કે બિઝનેસથી સ્પેશિયલ રજા લેતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આજકાલ માર્કેટમાં એવુ પણ કામ છે જેમાં માત્ર પાર્ટી કરવાના તગડા રૂપિયા મળે છે.
હવે આ અનોખુ કામ કરીને યુવતીઓ તગડી કમાણી કરી રહી છે. યુવતીઓનો દાવો છે કે આ કામ જેટલું સરળ દેખાય છે એટલુ જ અધરૂ છે. હવે કામની ખુબ ચર્ચા થઈ રહી છે.

કેલિફોર્નિયામાં રહેતી પામેલા ટ્રિપિન એક એટમોસ્ફિયર મોડલ છે. તેની લાઈફ એટલી ગ્લેમરસ અને આરામદાયક છે કે તેને જોઈને કોઈને પણ ઈર્ષા આવે. એક તરફ લોકો કલાકો કામ કરીને જીવનભર કમાતા કરતા રહે છે ત્યારે પામેલા માત્ર પાર્ટી કરીને અઢળક કમાણી કરી રહી છે.
પામેલા પહેલા મેક્સિકોમાં સિટીમાં રહેતી અને 4 વર્ષની ઉંમરે તે કેલિફોર્નિયામાં આવી ગઈ. પામેલા અહીં લક્ઝરી લાઈફ જીવી રહી છે. તે પાર્ટીઓમાં જાય છે અને લાખો રૂપિયા કમાય છે. પામેલા એક એટમોસ્ફિયર મોડલ છે.
તમને સવાલ થતો હશે કે આ એટમોસ્ફિયર મોડલ શું છે? તો જણાવી દઈએ કે, આ એ સુંદર છોકરીઓ હો છે જે ઇવેન્ટ અને પાર્ટીઓને ગ્લેમરસ બનાવે છે. તે નાઈટક્લબ, ચેરિટી ફંડ રેઈઝર, પોકર ટુર્નામેન્ટમાં ગેસ્ટ તરીકે અને કોર્પોરેટ ઈવેન્ટમાં પણ હાજરી આપે છે. આ એક પ્રકારનું કેરેક્ટર હોય છે, જેને અલગ અલગ જગ્યાઓ પર પ્લે કરવામાં આવે છે.
પામેલા કેટલી કમાણી કરે છે તેનો ચોક્કસ અંદાજ તો નથી પરંતુ તેની કમાણી તેની વૈભવી લાઈફ સ્ટાઈલ માટે પુરતી છે. પામેલા કહે છે કે, તેને સારી જિંદગી જીવવા માટે પૂરતા પૈસા મળે છે.
અહેવાલો અનુસાર, આવી એટમોસ્ફિયર મોડલ એક કલાકના લગભગ 80 યુરો એટલે કે 8000 રૂપિયાની કમાણી કરે છે. આ કમાણી એક રાતની 25 હજારથી 41 હજાર રૂપિયા સુધીની હોય છે. આ કોઈ પણ કામમાં એક દિવસની કમાણી કરતાં વધુ છે.
પામેલાનું કહેવું છે કે આ કામ માટે તેણે પોતાને ઘણું બદલાવું પડ્યું અને સુંદર દેખાવા માટે તેને ગમતી દરેક વસ્તુ છોડી દેવી પડી છે. આ માટે પાર્ટી લવર અને હાઈ એનર્જી હોવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
