આ છે દુનિયાની સૌથી ભયાનક જગ્યાઓ, સતત મંડરાયેલુ રહે છે મોત
વિવિધતા ધરાવતી આ દુનિયા ઘણી એવી જગ્યાઓથી ભરેલી છે જેના વિશે વિચારતા જ રૂવાડા ઉભા થઈ જાય. દુનિયાના વિવિધ દેશોમાં આવી જગ્યાઓ આવેલી છે. આજે આપણે દુનિયાની આવી જ કેટલીક ભયાનક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સ્નેક આઇલેન્ડ
આ જગ્યાને દુનિયાની સૌથી ભયાનક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ સાપ સાઓ પાઉલોથી 90 માઈલ દૂર આવેલા આ ટાપુ પર જોવા મળે છે. સ્નેક આઇલેન્ડને ઇલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે અહીં પ્રતિ ચોરસ મીટરમાં લગભગ પાંચ સાપ જોવા મળે છે. આ સાપ એટલા ઝેરી છે કે તે માનવ માંસ ઓગાળી શકે છે.
ઇથોપિયા
ઇથોપિયામાં આવેલી એક જગ્યા દુનિયાની સૌથી ગરમ જગ્યા મનાય છે. પૃથ્વી પરના સૌથી સૂકા અને સૌથી નીચા પ્રદેશોમાંથી એક છે. અહીં જ્વાળામુખીમાંથી નીકળતો લાવા અને મીઠાના વિશાળ ભંડાર તમને આશ્ચર્યજનક છે. આ ઘાતક રણ 10 લાખ ટનથી વધુ મીઠાથી ઢંકાયેલું છે.
ડેથ વેલી
આ નામ પરથી જ તમે સમજી ગયા હશો કે આ કેટલી ભયાનક જગ્યા છે. ડેથ વેલી નેવાડા અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત છે અને ઉત્તર અમેરિકાનું સૌથી નીચુ બિંદુ છે. અહીં સૌથી વધુ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ડેથ વેલીમાં 700 પાઉન્ડ સુધીના વજનના ખડકો પોતાની જાતે જ ખસે છે અને આ રહસ્ય આજે પણ અકબંધ છે.
લેક નેટ્રોન
ઉત્તરી તાંઝાનિયામાં આવેલુ આ ખતરનાક તળાવ પ્રાણીઓને પથ્થરમાં ફેરવી દે છે. છે. ચળકતા પાણીને પક્ષીઓ કાચના દરવાજા સમજે છે અને અહીં આવે છે. તેમને લાગે છે કે તે હવામાં ઉડે છે પરંતુ તળાવને અડતાની સાથે જ તેના શરીર થોડીવારમાં ખરાબ થઈ જાય છે.
માઉન્ટ વોશિંગ્ટન
અમેરિકામાં સૌથી ખતરનાક સ્થળો પૈકીનું આ સ્થલ પૃથ્વીની સપાટી પર સૌથી વધુ તીવ્ર પવન માટે ગિનીસ રેકોર્ડમાં નોંધાયેલું છે. અહીં પવનની ઝડપ 203 mph સુધી પહોંચે છે. માઉન્ટ વોશિંગ્ટનની મુસાફરી અન્ય જગ્યાઓ કરતાં વધુ જોખમી છે. અહીં તેજ પવન જ નહીં પરંતુ માઈનસ 40 ડિગ્રી તાપમાન જીવલેણ સાબિત થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
