અહીંની મહિલાઓ દુનિયાની સૌથી ખુબસૂરત મહિલાઓ ગણાય છે, 70 વર્ષે પણ દેખાય છે યુવાન

લોકો જવાન અને ખૂબસૂરત દેખાવા માટે સતત પ્રયાસ કરે છે. ખાસ કરીને મહિલાઓ પોતાને ખૂબસૂરત દેખાડવા માટે સતત કોશિશ કરતી રહે છે. જો કે આજે અમે જે મહિલાઓની વાત કરવાના છીએ તે દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે અને તે 70-80 વર્ષ સુધી યુવા દેખાય છે.

દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાંની મહિલાઓ 80 વર્ષની ઉંમરે યુવાન અને સુંદર દેખાય છે. અહીંની મહિલાઓની શારીરિક ક્ષમતા એટલી સારી છે કે તે 65 વર્ષની ઉંમરે માતા બની શકે છે.

Women of Hunza Valley

આ ખૂબસૂરત મહિલાઓનું રહેઠાણ પાકિસ્તાનની હુંઝા ખીણ વિસ્તાર છે. અહીંની મહિલાઓને વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં ગણવામાં આવે છે. જાણીતા આંતરરાષ્ટ્રીય મેગેઝિન ફોર્બ્સે વર્ષ 2019માં મુલાકાત લેવા માટેના શાનદાર સ્થળની યાદીમાં હુંઝા વેલીનો સમાવેશ કર્યો હતો.

અહેવાલો અનુસાર, અહીંના લોકોની સરેરાશ ઉંમર 100 વર્ષથી વધુ છે. અહીંના લોકો ભાગ્યે જ બીમાર પડે છે. હુંઝા ખીણમાં વધુ ઉમરનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 1984માં બ્રિટને હુંઝામાં રહેતા એક વ્યક્તિને વિઝા આપવાનો ઇનકાર કર્યો કારણ કે તેનો જન્મ 1832માં થયો હતો.

વિદેશી લેખકોએ હુંઝા વેલીના લોકોની હેલ્થ પર ઘણા પુસ્તકો લખ્યા છે. વૈજ્ઞાનિક અને લેખક ડૉ. ઇઝતોક ઓસ્તને હુંઝા ખીણના પાણી પર સંશોધન કર્યું અને જણાવ્યું કે, પીગળતા ગ્લેશિયરમાંથી આવતા પાણીમાં ઘણા બધા ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે. તેથી જ અહીંના લોકો સ્વસ્થ રહે છે.

બીજી તરફ અહીંના લોકોની લાઈફ સ્ટાઈલ એકદમ સરળ છે. અહીં લોકો સવારે 5 વાગ્યે ઉઠીને પગપાળા ખૂબ ફરે છે. અહીંની મહિલાઓ વૃદ્ધ થઈને પણ યુવા દેખાય છે. અહીં પુરૂષો 80 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે અને મહિલાઓ 60 વર્ષની ઉંમરે પણ માતા બની શકે છે. વિશ્વના એવા સ્થાનો જ્યાં આયુષ્ય ખૂબ વધારે છે તેને બ્લુ ઝોન કહેવામાં આવે છે. હુંઝા ખીણને પણ આ જ બ્લૂ ઝોનમાં સામેલ કરવામાં આવી છે.

અહીંના લોકો બપોરે એકવાર અને પછી માત્ર રાત્રે ખાય છે. ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ છે. અહીંના લોકો ખાસ ડ્રાયફ્રૂટ્સ કે ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલાં પીણાંનું સેવન કરે છે. લોકો ખોરાકમાં જવ, બાજરી, અને ઘઉં જેવા અનાજનો ઉપયોગ કરે છે. આ સિવાય અહીંના લોકો ખૂબ જ જરદાળુ પણ ખાય છે. નોન-વેજ અહીં ખાસ પ્રસંગોએ જ રાંધવામાં આવે છે.

ચૌકાવનારી બાબત એ છે કે દુનિયાભરમાં કેન્સરની બુમો છે ત્યારે આ વેલીમાં હજુ સુધી કેન્સરની એન્ટ્રી નથી થઈ. અહીંના લોકોને કેન્સર થતું નથી. લોકો ખોરાકમાં પણ અખરોટનો ઘણો ઉપયોગ કરે છે. સૂર્ય દ્વારા સૂકવવામાં આવેલા અખરોટમાં વિટામિન B-17 મળી આવે છે. તે શરીરની અંદર હાજર કેન્સર વિરોધી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. એવું કહેવાય છે કે હુંઝાની સુંદરતા અને સ્વસ્થ આબોહવાથી પ્રભાવિત થઈને સિકંદર પણ અહીં પહોચ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X