પતિઓને કોન્ડમ પહેરવા નથી દેતી, આ મહિલા 12મી વાર બનશે માતા
અત્યારે એક દંપતીને સરેરાશ બે કે ત્રણ બાળકો હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, એક મહિલાએ છેલ્લા 22 વર્ષમાં 11 બાળકોને જન્મ આપ્યો છે. એટલું જ નહીં, હવે તે 12 બાળકોને પણ જન્મ આપવા જઈ રહી છે.
ન્યૂયોર્ક : માતા બનવું એ સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અનુભવ છે. છેલ્લા ઘણા વર્ષોમાં પૃથ્વી પર મનુષ્યોની વસ્તી ખૂબ ઝડપથી વધી છે, પરંતુ હવે મોંઘવારીના આ યુગમાં લોકો ફેમિલી પ્લાનિંગ કરતા થઇ ગયા છે અને તેમના બાળકને આ દુનિયામાં લાવતા પહેલા તેમના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છે. અત્યારે એક દંપતીને સરેરાશ બે કે ત્રણ બાળકો હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, એક મહિલાએ છેલ્લા 22 વર્ષમાં 11 બાળકોને જન્મ આપ્યો છે. એટલું જ નહીં, હવે તે 12 બાળકોને પણ જન્મ આપવા જઈ રહી છે.


14 વર્ષની ઉંમરે પ્રથમ વખત માતા બની
ન્યૂયોર્કની વેરોનિકા, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની 12 મી ગર્ભાવસ્થાનો ખુલાસો કર્યો હતો, તે આજકાલ હેડલાઇન્સમાં છે. અમેરિકાની પ્રખ્યાત ટિકટોકર્સમાંનીએક વેરોનિકાએ 14 વર્ષની ઉંમરે તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલમાં તેની મોટી પુત્રી 21 વર્ષની છે.
વેરોનિકા છેલ્લા 22 વર્ષમાં 11 વખત ગર્ભવતી થઈ છે,અને હવે તે 12 મી વખત ગર્ભવતી છે. ટૂંક સમયમાં તેના પરિવારમાં અન્ય એક સભ્યનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

પતિને પહેરવા દેતી નથી કોન્ડોમ
વેરોનિકાએ જણાવ્યું હતું કે, તેને માતા બનવાનું પસંદ છે, પરંતુ વારંવાર ગર્ભવતી થવાનું કારણ એ છે કે તે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ગર્ભનિરોધકનો ઉપયોગકરવામાં અસમર્થ છે.
આ સિવાય તેને કોન્ડોમ પર પણ વિશ્વાસ નથી, તેથી તે તેના પતિને પણ કોન્ડોમ વાપરવા દેતી નથી. વેરોનિકાને તેના બે પતિથી 11 બાળકો છે.હાલમાં તે 37 વર્ષીય માર્ટ્યા સાથે રહે છે.

પહેલા પતિના 4 બાળકો અને બીજા પતિના 7 બાળકો
વેરોનિકાને હજૂ પણ તેની ગર્ભાવસ્થા સાથે કોઈ સમસ્યા નથી, તે વધુ બાળકો મેળવવા માંગે છે. વેરોનિકા કહે છે કે, 17 બાળકો થયા બાદ તેનો પરિવાર સંપૂર્ણ થશે.
વેરોનિકાને તેના પહેલા પતિના 4 બાળકો અને માર્ટ્યાના 7 બાળકો છે. વેરોનિકાની એક કિડની ખરાબ થઇ ગઇ છે, તેથી તે ગર્ભનિરોધક ગોળીઓ લઈ શકતી નથી, કેમકે તેનાથી લોહીમાં ગંઠાવાનું કારણ બને છે.

વધુ 6 બાળકોને જન્મ આપવાની ઇચ્છા ધરાવે છે આ મહિલા
તમને જાણીને આશ્ચર્ય થશે કે, વેરોનિકાએ તેના જીવનના 8 વર્ષથી વધુ સમય ગર્ભાવસ્થામાં વિતાવ્યો છે. વેરોનિકા હવે તેના 12 મા બાળકનું સ્વાગત કરવા જઈ રહીછે. તેની આ વિચિત્ર ઇચ્છાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
સોશિયલ મીડિયા પર લોકો વેરોનિકાની માતા બનવાની ઈચ્છા પર અલગ અલગ પ્રતિક્રિયા આપીરહ્યા છે. તે વધુ 6 બાળકો મેળવવા માંગે છે. હવે તે જોવાનું બાકી છે કે, વેરોનિકાની ઇચ્છા ક્યારે સાચી પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
