પરિણીતાને મળવા આવેલા પ્રેમીને પકડીને ગામના લોકોએ લગ્ન કરાવી દીધા, જાણો શું છે પુરી ઘટના?
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પ્રેમ પ્રસંગોની ખુબ ચર્ચા ચાલી રહી છે. એક તરફ ભારત-પાકિસ્તાનની લવ સ્ટોરીની ચર્ચા છે ત્યારે બીજી તરફ આવી જ એક વિચિત્ર લવ સ્ટોરી બિહારમાં સામે આવી છે.
અહેવાલો અનુસાર, બિહારના છપરા જિલ્લાના પરસામાં એક બે બાળકોની માતાને એક કુવારા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને વચ્ચેની મિત્રતામાંથી પ્રેમ પાંગર્યા બાદ યુવક પ્રેમિકાને મળવા બલિયાવ ગામ પહોંચ્યો હતો. જો કે અહીં તે સ્થાનિકોના હાથે ઝડપાઈ ગયો.

તમને લાગતુ હશે કે સ્થાનિકોએ તેને માર માર્યો કે પોલીસને સોંપ્યો હશે. જો કે આવુ કંઈ ન થયુ અને ગામના લોકોએ ભેગા થઈને તેના લગ્ન કરાવી દીધા. સ્થાનિકો બન્નેને મંદિર લઈ ગયા અને ત્યાં જ બન્નેના લગ્ન કરાવી દીધા. આ પ્રેમિકાનો પતિ મજુરી કરે અને તેની ગેરહાજરીમાં બન્ને વચ્ચે આ લવ સ્ટોરીની શરૂઆત થઈ.
પતિની ગેરહાજરીમાં મહિલાએ રહીમાપુર ગામના રહેવાસી ઉપેન્દ્ર કુમાર સાથે મિત્રતા કરી હતી. બંનેનું ગામ સરહદી વિસ્તાર નજીક છે. આઓ દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ. જણાવી દઈએ કે, સોનમ પહેલાથી જ બે બાળકોની માતા છે.
આ મહિલાને ઉપેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો. ઉપેન્દ્રના કુવારો હતો અને બન્ને પ્રેમમાં પડી ગયા. સ્થાનિકોએ જણાવ્યુ કે, સોનમ તેના મામાના ઘરે પરસા પોલીસ સ્ટેશન વિસ્તારના લતરહિયામાં આવી હતી. આ દરમિયાન બંને બજારમાં મુલાકાત કરતા હતા.
આ લવ સ્ટોરીનો ભાંડો ફુટ્યા બાદ પરિવારના સભ્યોએ યુવકને પકડીને લગ્ન કરવા કહ્યું. યુવતી સાથે પકડાયા પછી બંને પ્રેમીઓના ગામના આગેવાનોની હાજરીમાં જ લગ્ન કરાવી દીધા. આ નિર્ણયથી બન્ને ખુશ છે.












Click it and Unblock the Notifications
